Jamnagarના ગુલાબનગરમાં રહેતા એક આસામીએ રૂ. ૪૦ હજાર રોજના રૂ. ૨૦૦ વ્યાજ લેખે મેળવ્યા પછી રૂ. ૬૦ હજાર ચુકવી આપ્યા હોવા છતાં વધુ વ્યાજની માગણી કરી એક શખ્સે ધમકી આપી મારકૂટ કરતાં પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. વ્યાજખોર દ્વારા પતિને મારકૂટ કરીને પરિવારનાં સભ્યોને હેરાન કરવામાં આવતા અંતે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી

Jamnagarના ગુલાબનગર વિસ્તારમાં નવી નિશાળ પાસે રહેતા રજીયાબેન સાજીદભાઈ શેખ નામના મહિલાને પૈસાની જરૂરિયાત ઉભી થતાં દસેક મહિના પહેલાં ગુલાબ નગરમાં અલીશા પીરની દરગાહ સામે ઢાળીયા નજીક રહેતા તૌફિક પીંજારા પાસેથી રૂ. ૨૦ હજાર બે વખત એમ કુલ રૂ. ૪૦ હજાર રજીયાબેનના પતિ સાજીદ શેખે મેળવ્યા હતા અને તે વખતે તૌફિકે રોજના રૂ. ૨૦૦ લેખે વ્યાજ આપવાનું કહ્યું હતું.

આ રીતે રોજના રૂ. ૨૦૦ લેખે રૂ. ૬૦ હજાર વ્યાજ સહિત ચૂકવી આપવા છતાં વધુ વ્યાજની માગણી કરી તૌફિક પીંજારા એ પોતાની પાસે રહેલા સાજીદભાઈના બે ચેક પરત આપ્યા ન હતા અને સાજીદભાઈને માર મારી તેમના ઘરના સભ્યોને પણ હેરાન પરેશાન કરી નાખ્યા હતા. આખરે રજીયાબેને પોલીસમાં ફરિયાદ કરી છે. પોલીસે ગેરકાયદે નાણા | ધિર ધારની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે.