Jamnagar જિલ્લામાં નાની ઉંમરે હાર્ટ એટેક આવી જવાના બનાવમાં વધારો થયો છે અને વધુ બે યુવાનોના હૃદય થંભી જવાના કારણે મૃત્યુ નિપજ્યાનું જાહેર કરાયું છે. બન્ને યુવાનો પોતપોતાનાં ઘરમાંથી બેભાન હાલતમાં મળી આવ્યા.

હાર્ટ ફેઈલ થતાં મોત નીપજ્યાનું જાહેર

Jamnagar નજીક મોટી ખાવડી, વિસ્તારમાં ખાનગી કંપનીની ટાઉનશિપમાં રહેતો અને મૂળ પંજાબના અમૃતસરનો વતની એરવિંદસિંહ ગુરુર્દેવસિંહ નામનો ૨૮ વર્ષનો પંજાબી યુવાન પોતાના ભાડાના મકાનમાંથી બેશુદ્ધ અવસ્થામાં મળી આવ્યો હતો, જેથી તેમના રૂમ પાર્ટનરે ૧૦૮ને જાણ કરતાં ૧૦૮ની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી અને તેને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. હાર્ટ | ફેઈલ થઈ જવાથી મૃત્યુ થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

સમગ્ર મામલે પોલીસ તપાસ ચલાવે છે. જામનગર નજીક દરેડમાં રહેતા અને મૂળ બિહાર રાજ્યના વતની પપ્પુભાઈ (ઉંમર વર્ષ ૩૫) એકાએક બૈશુદ્ધ અવસ્થામાં મળી આવ્યા હતા, આ બનાવ અંગે સૂર્યકાંત પ્રસાદ ઉર્ફે સૂરજ પ્રસાદે પોલીસને જાણ કરી હતી. આ યુવાનનું પણ હૃદયરોગના હુમલાથી મોત થયાનું અનુમાન છે. પંચકોશી ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે અને સમગ્ર બનાવમાં તપાસ શરૂ કરી છે.