જામનગરના એરફોર્સના એક કર્મચારીની યુવાન પુત્રી Dubai નોકરી મેળવવા માટે પોરબંદરના એક શખ્સની છેતરપિંડીનો શિકાર બની છે. દુબઈમાં નોકરી અપાવી દેવાની લાલચે યુવતીને Dubai લઈ ગયા બાદ તેના નામે ખોટું સોનું વેચી માર્યું હોવાથી Dubai પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી યુવતીને જેલ હવાલે કરી છે, અને તેના વિઝા પર બેન લગાવ્યો છે. યુવતીના પરિવારને વીડિયો કોલથી જાણકારી મળતાં જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ મથકમાં યુવતીની માતા દ્વારા પોરબંદરના શખ્સ સામે છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવાઈ છે.

શખ્સે યુવતીનાં નામે દુબઈમાં ખોટું સોનું વેચતા Dubai પોલીસે યુવતીને કરી જેલ હવાલે વીડિયો મારફતે પરિવારને મળી જાણકારી આ ફરિયાદ અંગેના બનાવની | વિગત એવી છે કે જામનગરમાં તિરુપતિ પાર્ક સોસાયટીમાં રહેતી લલીતાબેન નરેશભાઈ પરમાર નામની મહિલાએ પોતાની પુત્રીને દુબઈમાં નોકરી અપાવી દેવાના બહાને લઈ જઈ તેની સાથે છેતરપિંડી કરવા અંગે પોરબંદર તાલુકાના મહિયારી ગામના | કેશુભાઈ આભાભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી લલીતાબેન કે જેઓના પતિ નરેશભાઈ એરફોર્સમાં નોકરી કરે છે, અને તેની ૨૩ વર્ષની પુત્રી, કે જેને દુબઈમાં નોકરી અપાવી દેવાના બહાને આરોપી કેશુભાઈ પરમારે લાલચ | આપી હતી, અને વિશ્વાસ કેળવી પોતાની સાથે દુબઈ લઈ ગયો હતો. ત્યાં ત્રણ દિવસના રોકાણ બાદ એકાએક યુવતીનો મોબાઈલ બંધ આવ્યો હતો, અને માતા તથા પરિવાર સાથે વાતચીત બંધ થઈ હતી. દરમિયાન કેશુભાઈ પરમારનો સંપર્ક કરતાં તેનો પણ મોબાઈલ સ્વીચ ઓફ બતાવતો હતો, જેથી જામનગરમાં રહેતો પરિવાર ચિંતિત બન્યો હતો.

દરમિયાન, યુવતીએ વોટ્સએપ કોલિંગમાં રેકોર્ડ કરેલો એક વિડીયો પોતાની માતાને મોકલ્યો હતો, જેમાં પોતે જણાવ્યું હતું કે દુબઈમાં કેશુભાઈ પરમારે પોતાના આઈડેન્ટિટી કાર્ડ અને પાસપોર્ટનો ઉપયોગ કરીને ખોટું સોનુ વેચી નાખ્યું હતું, જેમાં દુબઈ પોલીસ દ્વારા યુવતીની ધરપકડ કરીને જેલ હવાલે કરી દેવામાં આવી છે ઉપરાંત તેના વિઝા ઉપર બેન લગાવી દેવામાં આવ્યો છે.

તે વિડીયો મળતાં લલીતાબેને જામનગરના સિટી સી. ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક કયી હતો અને પોતાની પુત્રી સાથે છેતરપિંડી કરનાર કેશુભાઈ પરમાર સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે । અને વધુ તપાસ હાથ ધરી છે.