Jamnagar: જામજોધપુર તાલુકાના સડોદર ગામમાં આવેલી ઉપલેટાના રહેવાસી મહિલાની ખેતીની જમીન પર કબજો જમાવી દઈ ખાલી નહીં કરનાર સડોદર ગામના પિતા પુત્ર સહિત ત્રણ સામે લેન્ડ ગ્રેબિંગ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે.

Jamnagar: જમીન પર કબજો જમાવીં ખાલી નહીં કરતા ક્લેક્ટર સમક્ષ અરજી કરાયા બાદ મામલો પોલીસમાં પહોંચ્યો

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે Jamnagar જિલ્લાના જામજોધપુર | તાલુકાના સડોદર ગામમાં આવેલી ખેતીની અનેકવાર રજૂઆત કરવા છતાં જમીન ખાલી કરી ન હતી, જેથી મામલો જમીન, કે જેની માલિકી હાલ ઉપલેટા તાલુકાના ખીરસરા ગામમાં રહેતા રંભાબેન | ગોવાભાઇ ગાજણોતરની માલિકીની છે. જે જગ્યામાં સડોદર ગામના પિતા-પુત્રો વ્રજલાલ ઠાકરશીભાઈ દુધાગરા અને નિકુંજ વૃજલાલભાઈ તથા હિતેશ વ્રજલાલભાઈ દુધાગરાએ પેશકદમી કરી લીધી હતી.

જમીન ખાલી કરવા માટે ફરિયાદીએ જામનગરના જિલ્લા કલેક્ટર સમસ લઈ જવાયો હતો અને લેન્ડ ગ્રેબિંગ અંગે અરજી કરવામાં આવી હતી, જેની તપાસના અંતે જમીનમાં પેશકદમી થઈ હોવાનું સામે આવ્યું હતું, અને જિલ્લા કલેકટર દ્વારા આ મામલે ગુનો નોંધવા જિલ્લા પોલીસવડાને આદેશ કરાયો હતો. આથી ત્રણેય પિતા-પુત્રો સામે શેઠ વડાળા પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.