આજે ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે સાધુ સંતોનું વિરાટ સંમેલન અમદાવાદ ખાતે આયોજન થયું હતું. આ સંમેલનમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ Ishudan Gadhavi ઉપસ્થિત રહ્યા હતા અને ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગને સમગ્ર આમ આદમી પાર્ટી વતી સમર્થન આપ્યું હતું. Ishudan Gadhaviએ સંમેલનના તમામ સાધુ સંત ગણો અને હજારો લોકોની સામે પોતાનું વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે, આજે આપણા દેશમાં ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે માંગ ઉઠાવવી પડે અને સંમેલન કરવા પડે તે એક શરમજનક બાબત છે. આજે ભારત દેશનો હિન્દુ ગાય માતા માટે પોતાનો માથું આપવા માટે તૈયાર છે, લોકોનું આટલું સમર્થન હોવા છતાં પણ આજે પૂજ્ય શંકરાચાર્યજીને ગાયમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે સંમેલન કરવું પડે.
શંકરાચાર્યજીને જણાવવા માંગીશ કે ગુજરાતની કરોડો ચોરસ મીટર ગોચર જમીન તો ગાયબ થઈ ગઈ, વધુ એક દુઃખદ બાબત છે કે ગુજરાતમાં ગાયોની રાખવા માટે લાયસન્સની જરૂરત પડે છે. આધાર કાર્ડ પણ નથી ચાલતું અને અનેક ડોક્યુમેન્ટો બતાવીને, જમીન બતાવીને ગાય રાખવા માટે પરમિશન લેવી પડે છે અને લાયસન્સ લેવું પડે છે અને જે લોકો પાસે જો તંત્રને જગ્યા ઓછી લાગે તો તેમને ગાય લેવા માટે લાયસન્સ પણ મળતું નથી, આ ખૂબ જ શરમજનક બાબત છે. હું ગાયને રાષ્ટ્રમાતા બનાવવા માટે શંકરાચાર્યજીના ચરણોમાં લાખ લાખ વંદન કરીને આમ આદમી પાર્ટી વતી સમર્થન આપું છું અને ખાતરી આપું છું કે જ્યારે વિધાનસભામાં આ મુદ્દે બિલ રજૂ થશે તો આમ આદમી પાર્ટી ગાયને રાષ્ટ્રમાતા બનાવવા માટે સંપૂર્ણ સમર્થન આપશે.