AAP News: ભાજપ સરકારે થોડા દિવસ અગાઉ શ્રમિક વિરોધી નિર્ણય લીધો હતો. ભાજપ સરકારે નિર્ણય કર્યો છે કે શ્રમિકોનું કામ કરવાના કલાક 8 થી 9 હતા, પરંતુ હવે ભાજપ સરકારે શ્રમિકોના કામ કરવાના કલાકો વધારીને 12 કલાક કરી નાખ્યા છે. આ મુદ્દા પર આમ આદમી પાર્ટી(AAP)ના શ્રમિક વિકાસ અમદાવાદ શહેર સંગઠન દ્વારા અમદાવાદ ખાતે ધરણા પ્રદર્શન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શ્રમિક વિકાસ અમદાવાદ શહેર સંગઠન પ્રમુખ હરિભુવન પાંડે, શ્રમિક સંગઠન મહામંત્રી ધીરજ મકવાણા, પ્રવક્તા નરેન્દ્રકુમાર પાંડે (પાંડે બાબા), સંગઠન મંત્રી મુકેશ પરમાર, મન્નુ મિશ્રા, શ્રમિક સંગઠન ઉપપ્રમુખ પરમવીર સિંહ સંધુ, અશોક રાજપૂત, બિપીન પરમાર, પ્રવીણચંદ્ર મકવાણા, સુરેશભાઈ સોનારા, યોગેશ રાઠોડ, જયેશ રાઠોડ સહીત અનેક કાર્યકર્તાઓ અને શ્રમિકો ઉપસ્થિત રહ્યા હતા.

આ દરમિયાન (AAP)શ્રમિક સંગઠનના આગેવાનોએ જણાવ્યું હતું કે ગુજરાતને આર્થિક અને સામાજિક રીતે ઉપર લાવવા માટે શ્રમિકોએ ખૂબ જ મોટું યોગદાન આપ્યું છે. પરંતુ ભાજપ સરકાર આ શ્રમિકોની ભૂમિકાને સમજવામાં સદંતર નિષ્ફળ નીકળી છે. આજે ગુજરાતમાં 17 લાખથી પણ વધારે શ્રમિકો છે અને 32,000થી પણ વધારે ફેક્ટરીઓ છે જેમાં આ શ્રમિકો કામ કરી રહ્યા છે. તમે શ્રમિકોના કામ કરવાનો સમય તો સરકારે વધારી દીધો પરંતુ તેમનું લઘુતમ વેતન સરકાર દ્વારા વધારવામાં આવ્યું નથી. આજે ગુજરાતમાં લગભગ ₹12,000 ની આસપાસ લઘુતમ વેતન છે તો આ વેતનને સરકારે વધાર્યું નથી પરંતુ કામ કરવાના કલાકો સરખા વધારી દીધા છે. સરકારોએ હંમેશા શ્રમિકોનું શોષણ કરવાનું કામ કર્યું છે અને આ નવો કાયદો લાવીને સરકારે શ્રમિકોનું વધુ શોષણ કરવાનું જાણે એલાન કરી દીધું હોય તેવું લાગી રહ્યું છે. સરકાર ફક્ત મોટી મોટી કંપનીઓને ખુશ કરવા માટે આ કાયદો લાવી હોય તેવું લાગી રહ્યું છે. અમારી માંગ છે કે સરકાર શ્રમિકોનું શોષણ બંધ કરે, સરકાર આ 12 કલાકનો નિર્ણય પાછો લે અને શ્રમિકોના લઘુત્તમ વેતનમાં વધારો કરે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ દિલ્હીમાં સરકાર હતી ત્યારે લઘુતમ વેતનને વધારીને 21000 કર્યું હતું તો ગુજરાતમાં પણ આ પ્રમાણે લઘુત્તમ વેતનમાં વધારો કરવામાં આવે તેવી પણ અમારી માંગ છે અને કર્મચારીઓનું શોષણ અટકાવવામાં આવે તેવી પણ અમારી માંગ છે.
