અમદાવાદમાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. અમદાવાદના પૂર્વ-પશ્ચિમના તમામ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના પૂર્વ-પશ્ચિમના તમામ વિસ્તારમાં વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. સિંધુ ભવન રોડ, બોપલ, ગોતા, ઈસનપુર સહિત અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં વરસ્યો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરમાં સરેરાશ 1 ઈંચ વરસાદ પડ્યો છે. હવે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પડેલા વરસાદની વાત કરીએ તો સૌથી વધુ સાયન્સ સિટી અને ગોતામાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે.
જ્યારે બોપલમાં 3.5, બોડકદેવમાં 1.5 ઈંચ, ચાંદલોડિયા અને નરોડામાં 1 ઈંચ વરસાદ, જ્યાકે ચાંદખેડા, જોધપુર, રાણીપમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો છે.ઉલ્લેખનીય છે કે આજે વહેલી સવારથી જ અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ હતું. જે બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ ગાંધીનગર સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે