Isudan Gadhvi News: કેજરીવાલજીની સભામાં જનાર દલિત સમાજના એક વ્યક્તિને ભાજપના નેતાએ ગાળો ભાંડતા આમ આદમી પાર્ટીના નેતા Isudan Gadhviએ આખી ભાજપને આડે હાથ લીધી હતી. AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, એક ઓડિયોમાં અરવિંદ કેજરીવાલજીની સભામાં જનાર એક દલિત સમાજના ભાઈને ભાજપના નેતાએ બેફામ ગાળો બોલે છે, આ ઓડિયો સાંભળીને રૂવાંટા ઉભા થઈ જાય છે. ભાજપમાં આટલો બધો અહંકાર આવી ગયો છે. ઓડિયોમાં બોલે છે કે અરવિંદ કેજરીવાલજીની સભામાં તમે કેમ ગયા? શું કામ ગયા? આ ઓડિયો પરથી સ્પષ્ટ સાબિત થાય છે કે ભાજપના નેતાઓ અને આખી ભાજપ પાર્ટી દલિત વિરોધી માનસિકતા ધરાવે છે. દલિતોને, આદિવાસી લોકોને, ખેડૂતોને, વંચિતોને, શોષિતોને ભાજપ પોતાના ગુલામ સમજે છે. ભાજપ એવું માને છે કે “30 વર્ષથી અમારું શાસન છે અમને કોઇ હટાવી શકે એમ નથી એટલે આજે પણ ખેડૂતો, ગરીબો, આદિવાસી છે એ અમારા ગુલામ છે”. ખેડૂતો ઉપર અત્યાચાર થયો તો ભાજપનો એક પણ નેતા ખેડૂતનો ખ પણ બોલી શક્યો નથી કારણ કે એમનામાં એની તાકાત નથી. ભાજપનો ખેડૂત સમાજનો નેતા હોય, કોળી સમાજનો નેતા હોય, ઠાકોર સમાજનો નેતા હોય, દલિત સમાજનો નેતા હોય કે આદિવાસી સમાજનો નેતા હોય તમામ સમાજના ભાજપના નેતાઓ એ ભાજપ પાર્ટીના ગુલામ બની ગયા છે.

ભાજપના નેતા રૂવાંટા ઉભા થઈ જાય એવી રીતે દલિત ભાઈને બેફામ ગાળો આપી રહ્યા છે અને એવું કહે છે કે “તમારી હિંમત કેવી રીતે થઈ ગામની બહાર નીકળવાની”, આ કેટલી વરવી વાસ્તવિકતા છે. અંગ્રેજોને પણ એટલો અહંકાર હતો નહીં. અંગ્રેજો કરતા પણ બદતર રાવણ જેવી માનસિકતા આ પાર્ટી ધરાવે છે, જે ગુજરાતની ખમિરવંતી જનતા ક્યારેય પણ સહન કરી શકશે નહીં. આજે અમે અલગ અલગ જિલ્લાઓમાં પોલીસ ફરિયાદ પણ કરીશું. પરંતુ હું કહેવા માંગીશ કે જે એવું કહેતા હતા કે ચમરબંધી નેતાને પણ છોડવામાં આવશે નહીં, એક નિર્દોષ દીકરીનું સરઘસ કાઢનાર નેતાઓ શું અમરેલીના ભાજપના નેતાનું સરઘસ કાઢવાની તાકાત ધરાવે છે? જો આ નેતાનું સરધસ નહીં કાઢવામાં આવે તો એનો મતલબ એવો થયો કે ભાજપના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી અને આખી પાર્ટી એ દલિત વિરોધી માનસિકતા ધરાવે છે. દુર્યોધને જે રીતે દ્રૌપદીનું ચીર હરણ કર્યું હતું તેવી જ રીતે ભાજપે ગુજરાતની જનતાની આબરૂના લીરેલીરા ઉડાડ્યા છે. ગુજરાતની જનતાએ હવે જાગવાનું છે. તમામ સમાજે પણ જાગવાનું છે. તમામ સમાજના ભાજપના નેતાઓ ભાજપના દલાલ બની ગયા છે. તેઓ ભાજપની વિરુદ્ધ કશું જ બોલી શકશે નહીં. આજે ખેડૂતો પણ ખૂબ નારાજ છે. ખેડૂતો ઉપર ખૂબ લાઠીઓ વરસાવવામાં આવી છે. ભાજપના એક પણ સાંસદ, ધારાસભ્ય, મંત્રી એવું બોલી શક્યા નથી કે ખેડૂતો ઉપર જે અત્યાચાર થયો તે ખોટું થયું છે.