Jamnagarમાં આધારની વેબસાઈટમાં ધાંધિયાને લીધે આધાર કાર્ડ અપડેટ કરાવવું મુશ્કેલ બન્યું છે. વેબસાઇટમાં ખામી સર્જાતી હોવાથી ઓનલાઇન એપોઇન્ટમેન્ટ મળર્તી નથી. પરિણામે આધાર કેન્દ્ર પર કતારો લાગકતી હોઈ લોકો હેરાન થઈ રહ્યાં છે.

Jamnagar: વેબસાઈટમાં સતત સર્જાતી ખામીને લીધે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ મળતી ન હોવાથી કેન્દ્રો પર કતારો

આધારકાર્ડ ભારતમાં ઓળખનો વેન્ટ જરૂરી મુખ્ય દસ્તાવેજ બની ગયું છે. આધારકાર્ડમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવા માટે નાગરિકોને આધાર યુઆઈડીઆઈ ની વેબસાઇટ પર જઈને ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લેવી પડે છે. આ એપોઇન્ટમેન્ટના આધારે જ નાગરિકો આધાર કેન્દ્રો પર જઈને પોતાના આધારકાર્ડમાં ફેરફાર કરાવી શકે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ ઓનલાઇન એપોઈન્ટમેન્ટ મેળવવામાં નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.આધાર માટેની વેબસાઈટમાં સતત તકનીકી ખામીઓ સર્જતાં ઓનલાઈન એપોઈન્ટમેન્ટ મેળવવી લગભગ અશક્ય બની ગઈ છે.

વેબસાઈટ વારંવાર સમીંગ દ્રોંગનો મેસેજ દર્શાવે છે. આ સમસ્યાના કારણે નાગરિકોને આધાર કેન્દ્રો પર લાંબી કતારોમાં ઉભા રહેવું પડી રહ્યું છે. સેવા સદનો અને નગરોના મધ્યસ્થ કેન્દ્રોમાં આખા દિવસ માટે માત્ર ૫૦ વ્યક્તિઓને જ ટોકન અપાતા હોવાથી, લોકોને ઘણા દિવસો સુધી રાહ જોવી પડે છે. આ સમસ્યાના કારણે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડિજિટલ ઇન્ડિયાનું સપનું દેખાડતી સરકાર આવી મૂળભૂત સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. નાગરિકો માંગ કરી રહ્યા છે કે, આ સમસ્યાનું યથાશીઘ્ર નિરાકરણ લાવવામાં આવે અને ઓનલાઈન સુવિધા સરળતાથી ઉપલબ્ધ બનાવવામાં આવે.