અમદાવાદમાં 34 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીઓ થઈ, ભલામણો નિષ્ફળ રહી અમદાવાદ: લાંબા સમયથી અમદાવાદના કેટલાક પોલીસ ઇન્સ્પેક્ટરોની નબળી કામગીરીની ફરિયાદો ગાંધીનગર સુધી પહોંચી હતી. આ સાથે, પોલીસ કમિશનર કાર્યક્ષમ અધિકારીઓને મહત્ત્વની જવાબદારીઓ સોંપવા માટે પ્રયાસ કરી રહ્યા હતા. આ હેતુથી, 34 ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. જેમાં વ્યાજખોરોને બચાવવા અને હથિયાર કેસમાં બેદરકારી દાખવનાર મેઘાણીનગરના દેવદાન બસિયાને કંટ્રોલ રૂમમાં મોકલવામાં આવ્યા છે. દાણીલીમડાના જી.જે. રાવત વિરુદ્ધ ફરિયાદો વધતાં તેમને STSC સેલમાં ખસેડવામાં આવ્યા છે. વટવાના પી.બી. ઝાલાને પણ STSC સેલમાં બીજા ઇન્સ્પેક્ટર તરીકે મૂકવામાં આવ્યા છે. ઘાટલોડિયાની ખાલી જગ્યા પર વાડજના ચેતન જોષીને નિમણૂક આપવામાં આવી છે. કંટ્રોલ રૂમમાંથી સક્ષમ ઇન્સ્પેક્ટર જે.એચ. સિંધવને શાહીબાગની જવાબદારી સોંપાઈ છે. ટ્રાફિકમાંથી વિજય દેસાઈને મેઘાણીનગરમાં બદલી કરાઈ છે. યુવરાજસિંહ વાઘેલાને અમદાવાદ આવતાં જ સાબરમતી પોલીસ સ્ટેશનની જવાબદારી આપવામાં આવી છે. ખાસ વાત એ છે કે, ઘણા ઇન્સ્પેક્ટરોએ રાજકીય અને સામાજિક ભલામણો કરાવી હતી, પરંતુ કમિશનરે મેરિટના આધારે બદલીઓ કરી છે.

કયા અધિકારીની ક્યાં બદલી થઈ?
પોલીસ ઇન્સ્પેક્ટર | ક્યાં હતા | ક્યાં મૂકાયા |
---|
- એ.એ. દેસાઈ | નવરંગપુરા-1 | ક્રાઈમ બ્રાંચ |
- પી.એચ. ભાટી | ક્રાઈમ બ્રાંચ | કારંજ-1 |
- પી.ટી. ચૌધરી | કારંજ-1 | કોર્ટ મેનેજમેન્ટ |
- એસ.એ. કરમુર | કોર્ટ મેનેજમેન્ટ | વટવા-1 |
- પી.બી. ઝાલા | વટવા-1 | STSC સેલ-2 |
- પી.એમ. ગામીત | STSC સેલ-2 | EOW |
- એમ.એ. સિંઘ | EOW | રિવરફ્રન્ટ વેસ્ટ |
- એમ.વી. પટેલ | રિવરફ્રન્ટ વેસ્ટ | EOW |
- કે.એ. ગઢવી | EOW | નવરંગપુરા-1 |
- એચ.એન. પટેલ | સાબરમતી-1 | દાણીલીમડા-1 |
- જી.જે. રાવત | દાણીલીમડા-1 | STSC સેલ-1 |
- એસ.એમ. પઠાણ | STSC સેલ-1 | ટ્રાફિક F |
- આર.બી. ચાવડા | ટ્રાફિક F | અમરાઈવાડી |
- પી.એચ. મકવાણા | અમરાઈવાડી | સાયબર ક્રાઈમ |
- પી.કે. ગોહિલ | માધુપુરા-1 | EOW |
- કે.પી. જાડેજા | EOW | માધવપુરા-1 |
- જે.એચ. સિંધવ | કંટ્રોલ રૂમ | શાહીબાગ-1 |
- સી.જે. જોષી | વાડજ | ઘાટલોડિયા-1 |
- વી.ડી. વાઘેલા | દરિયાપુર-2 | ટ્રાફિક G |
- ડી.પી. ઉનડકટ | મણિનગર-1 | SOG |
- વા.જે. રાઠોડ | કંટ્રોલ રૂમ | મણિનગર-1 |
- ડી.બી. બસિયા | મેઘાણીનગર-1 | કંટ્રોલ રૂમ |
- વી.કે. દેસાઈ | ટ્રાફિક E | મેઘાણીનગર-1 |
- પી.એચ. ચૌધરી | બાપુનગર-1 | ટ્રાફિક E |
- વી.બી. પરમાર | પાલડી | કંટ્રોલ રૂમ |
- એમ.આર. પરડવા | સાયબર ક્રાઈમ | પાલડી |
- આર.કે. ધુળિયા | સરખેજ | EOW |
- એસ.એ. ગોહિલ | SOG | સરખેજ |
- એમ.એચ. ભેટારિયા | મહિલા પશ્ચિમ-2 | સાયબર ક્રાઈમ |
- ડી.એસ. પટેલ | મેઘાણીનગર-2 | એરપોર્ટ-2 |
- ડી.એમ. વસાવા | EOW | કંટ્રોલ રૂમ |
- શિલ્પાબેન ચૌધરી | – | EOW |
- યુવરાજસિંહ વાઘેલા | – | સાબરમતી-1 |
- વી.આર. ડાંગર | સાયબર ક્રાઈમ | વાડજ |