AAP Isudan Gadhvi News: હાલ આમ આદમી પાર્ટીનું ગુજરાત જોડો સદસ્યતા અભિયાન સમગ્ર ગુજરાતમાં ખૂબ જ જોરશોર સાથે ચાલી રહ્યું છે અને દરરોજ 10 થી 15 હજાર લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. સાથે સાથે ભાજપ અને કોંગ્રેસના ઈમાનદાર નેતાઓ તથા કાર્યકર્તાઓ પણ ખૂબ જ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે પણ ભાજપ-કોંગ્રેસના તથા અલગ અલગ સમાજના આગેવાનો આમ આદમી પાર્ટી(AAP)ના ગુજરાત પ્રદેશ પ્રમુખ Isudan Gadhviની આગેવાનીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આ દરમિયાન પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, જ્યારથી આમ આદમી પાર્ટી વિસાવદરની ચૂંટણી જીતી છે ત્યારથી સમગ્ર ગુજરાતના લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે કારણ કે પહેલા લોકોને વિશ્વાસ ન હતો કે ભાજપને ક્યારેય હરાવી શકાય છે, પરંતુ વિસાવદરની જનતાએ અને આમ આદમી પાર્ટીના સૈનિકોએ સાબિત કરી દીધું કે ભાજપને હરાવી શકાય એમ છે અને ભાજપને ફક્ત આમ આદમી પાર્ટી જ હરાવી શકે છે. જેના કારણે હાલમાં સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણેથી તમામ જાતિ-ધર્મ અને સંપ્રદાયના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. હું આ તમામ લોકોને આમ આદમી પાર્ટીમાં આવકારું છું.

આજ રોજ મહેસાણા જિલ્લા ટીમના આગેવાન અને લોકસભા ઇન્ચાર્જ ભરત પટેલ બોદલી, ગુજરાત મહિલા ઉપપ્રમુખ યાસ્મીનબેન પઠાણ દ્વારા મહેસાણા ભાજપ સક્રિય સભ્ય ટિકિટ દાવેદાર અને અનુસૂચિત જાતિ મોરચા અધ્યક્ષ વૈભવભાઈ ચાવડા સાથે વિશાલ મકવાણા, ચેતક મકવાણા, અપીલ રાવત, અરવિંદભાઈ, નીતાબેન શ્રીમાળી, વિશાલ પરમાર, અપ્પુભાઈ રાણા, દર્શન મકવાણા સાથે અન્ય 100-150 જેટલા સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. સાથે સાથે આજે બહેરામપુરા વિસ્તારમાંથી કોંગ્રેસના મહિલા આગેવાન પ્રભાબેન પણ 100થી વધારે મહિલાઓ તથા આગેવાનો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. વિરાટનગરમાંથી પણ પ્રજાપતિ સમાજ, મોચી સમાજ, દરજી સમાજ, સહિત યુવાનોની ટીમ એમ થઈને કુલ 100થી વધારે પણ લોકો અને આગેવાનો વિપુલભાઈની સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે અરવિંદ કેજરીવાલજીની અને આમ આદમી પાર્ટીની વિચારધારા અને કામની રાજનીતિથી લોકો ખૂબ જ પ્રેરાઈ રહ્યા છે, હું આ તમામ લોકોનો સ્વાગત કરું છું. મને પૂરો વિશ્વાસ છે કે આવનારી સ્થાનિક સ્વરાજની નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ખૂબ જ સારું પ્રદર્શન કરશે અને 2027ની વિધાનસભા ચૂંટણીમાં આ તમામ સૈનિકો ગુજરાતને ભાજપના ભરડામાંથી છોડાવશે અને આમ આદમી પાર્ટીની સરકાર બનાવશે.