ગતરોજ જૂનાગઢ જિલ્લાની વિસાવદર નગરપાલિકામાં ડુર ટુ ડોરનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં (AAP)આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને ગુજરાત પ્રદેશ સ્થાનિક સ્વરાજ ચૂંટણી પ્રભારી ગોપાલ ઇટાલિયા, પ્રદેશ સંગઠન મંત્રી રાજુ બોરખતરીયા, જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયાની સાથે સાથે મહાનગર પ્રમુખ નગરપાલિકા ચૂંટણી, તાલુકા પંચાયતના સદસ્ય તેમજ તમામ કાર્યકરો ઉપસ્થિત રહ્યા. ત્યારબાદ સાંજના સમયે ‘આપ’ નેતા ગોપાલ ઇટાલિયાની ઉપસ્થિતિમાં એક કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. આ તકે આવનારી મહાનગરપાલિકાની ચુંટણીમાં પૂરા દમખમ સાથે મેદાને ઉતરવાની વાત પણ ‘આપ’ નેતા ગોપાલ ઇટાલિયાએ કરી હતી. આ કાર્યકર્તા સંમેલનમાં સૌરાષ્ટ્ર ઝોન સંગઠન મંત્રી રાજુ બોરખતરીયા, જુનાગઢ જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા, પોરબંદર જિલ્લા પ્રમુખ પરબત બાપોદરા, જુનાગઢ મહાનગર પ્રમુખ અશોક ઘોંસિય સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમ દરમિયાન (AAP)આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીની વિચારધારાથી પ્રેરિત થઈને અને આમ આદમી પાર્ટીની શિક્ષા અને સ્વાસ્થ્યની વિચારધારાથી પ્રેરિત થઈને પોરબંદર કોંગ્રેસ સેવાદળ શહેર પ્રમુખ અને માછીમાર સમાજના અગ્રણી અશ્વિન મોતીવણસ, પોરબંદર જીલ્લા કોંગ્રસ ઉપપ્રમુખ અને દ્વારકા જિલ્લાના પ્રભારી પ્રતાપ કેશવાલા, લાલજીભાઈ ગોસિયા, જૂનાગઢ શહેરના જાણીતા એક્ટિવિસ્ટ નિલેશ ગરાણીયા, મહેશ બાંટવા, આહીર સમાજના અગ્રણી નારણ ભેડા સહિત અનેક અગ્રણીઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા