Aam Admi Party હાલ મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં સદસ્યતા અભિયાન ચલાવી રહી છે. આજે ગુજરાતના ખૂણે ખૂણે, તમામ જિલ્લાઓ, તાલુકાઓ અને નગરપાલિકા મહાનગરપાલિકાઓમાં આમ આદમી પાર્ટીનું સદસ્યતા અભિયાન જોર શોરથી ચાલી રહ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ, પદાધિકારીઓ, સ્થાનિક પદાધિકારીઓ અને કાર્યકર્તાઓની હાજરીમાં આ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આવનારી નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી ખૂબ જ તૈયારીઓ સાથે આગળ વધી રહી છે. આવતા અઠવાડિયે ફરી એકવાર સદસ્યતા અભિયાન ચલાવવામાં આવશે. 2026 ડિસેમ્બર સુધીમાં આમ આદમી પાર્ટી કુલ 60 લાખ લોકોને આમ આદમી પાર્ટીના સભ્ય બનાવશે.
આ સદસ્યતા અભિયાનમાં લોકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીની સરકારે દિલ્હીમાં અને પંજાબમાં જે કામો કર્યા છે, તે આજે ગુજરાતના ખૂણે-કોણે લોકો જાણી રહ્યા છે અને અરવિંદ કેજરીવાલજીની ઈમાનદાર અને સ્વચ્છ રાજનીતિથી ગુજરાતના લોકો પ્રભાવિત થઈ રહ્યા છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 40 લાખથી વધુ મતો મળ્યા હતા અને ત્યારબાદ આમ આદમી પાર્ટી ખૂબ જ તેજીથી ગુજરાતના ખૂણે ખૂણે ફેલાઈ રહી છે. માટે આપણે સ્પષ્ટપણે કહી શકીએ કે આવનારી સ્થાનિક સ્વરાજની નગરપાલિકા, મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઐતિહાસિક પરિણામ લાવશે.