Vande Metro becomes Namo Bharat Rapid Rail: ભારતીય રેલ્વે દ્વારા વંદે મેટ્રો ટ્રેનનું નામ બદલવામાં આવ્યું છે. આજે તેમના જન્મદિવસ પહેલા પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના લોકોને દેશની પ્રથમ વંદે મેટ્રો ભેટ આપવા જઈ રહ્યા છે, પરંતુ તે પહેલા આ ટ્રેનનું નામ બદલી દેવામાં આવ્યું છે.

વંદે મેટ્રોના ઉદ્ઘાટન પહેલા રેલવેએ વંદે મેટ્રોનું નામ બદલીને Namo Bharat Rapid Rail કરી દીધું છે. એટલે કે વંદે મેટ્રો હવે દેશભરમાં નમો ભારત રેપિડ રેલ તરીકે ઓળખાશે. આજે દેશને અમદાવાદ અને ભુજ વચ્ચે પ્રથમ નમો ભારત રેપિડ રેલ મળશે.

નમો ભારત રેપિડ રેલ સેવાઓ ક્યારે શરૂ થશે?
વંદે મેટ્રો (નમો ભારત રેપિડ રેલ સર્વિસ) 17 સપ્ટેમ્બરથી અમદાવાદ અને ભુજ વચ્ચે શરૂ થશે. જ્યારે ભુજ અને અમદાવાદ વચ્ચેની આ ટ્રેન 18 સપ્ટેમ્બરથી પાટા પર દોડશે.

પશ્ચિમ રેલવેના જણાવ્યા મુજબ, અમદાવાદ-ભુજ નમો ભારત રેપિડ રેલ અમદાવાદથી શનિવાર સિવાય દરરોજ સાંજે 5:30 કલાકે દોડશે અને તે જ દિવસે રાત્રે 11:10 કલાકે ભુજ પહોંચશે.

ભુજથી આ ટ્રેન રવિવાર સિવાય દરરોજ સવારે 5.05 કલાકે ભુજથી ઉપડશે. અને તે જ દિવસે સવારે 10.50 કલાકે અમદાવાદ પહોંચશે.