Indian Railway: પશ્ચિમ રેલવેએ આગામી દિવાળી અને છઠ પૂજાને ધ્યાનમાં રાખીને મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને બરૌની વચ્ચે સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેન વિશેષ ભાડા સાથે ચલાવવાનો નિર્ણય કર્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.
ટ્રેન નંબર 09413/09414 અમદાવાદ-બરૌની-અમદાવાદ સ્પેશ્યલ (કુલ 12 ટ્રીપ)
ટ્રેન નંબર 09413 અમદાવાદ-બરૌની સ્પેશ્યલ 08 ઓક્ટોબર 2024 થી 12 નવેમ્બર 2024 સુધી દર મંગળવારે અમદાવાદથી 16:35 કલાકે ઉપડશે અને ગુરુવારે સવારે 04:00 કલાકે બરૌની પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09414 બરૌની-અમદાવાદ સ્પેશ્યલ 10 ઓક્ટોબર 2024 થી 14 નવેમ્બર 2024 સુધી દર ગુરુવારે બરૌનીથી સવારે 06.00 કલાકે ઉપડશે અને શુક્રવારે રાત્રિ 23.15 કલાકે અમદાવાદ પહોંચશે.
મળતી માહિતી અનુસાર માર્ગ માં બંને દિશાઓમાં આ ટ્રેન આણંદ, વડોદરા, સુરત, ઉધના, નંદુરબાર, જલગાંવ, ભુસાવલ, ખંડવા, ઇટારસી, જબલપુર, કટની, સતના, માનિકપુર, પ્રયાગરાજ, છિવકી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન, બક્સર, આરા, દાનાપુર, સોનપુર, પાટલીપુત્ર (વાયા શાહપુર પટોરી) અને હાજીપુર સ્ટેશન ખાતે ઉભી રોકાશે.
ટ્રેન નંબર 09413નું બુકિંગ 05 ઓક્ટોબર, 2024 થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને આઇઆરસીટીસી ની વેબસાઇટ પર શરૂ થશે. મુસાફરો કૃપા કરીને ટ્રેનના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.