શહેરમાંથી નકલી ચલણી નોટોના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. અમદાવાદમાંથી 15 લાખથી વધુની નકલી ચલણી નોટો મળી આવી છે. જુહાપુરાના રોયલ અકબર પાસેથી નકલી નોટો પકડાઈ હોવાની માહિતી સામે આવી રહી છે. 15 લાખ 30 હજારની કિંમતની નકલી ચલણી નોટો મળી આવી છે. 500, 200 અને 100ના દરની નકલી નોટો મળી આવતા ચકચાર મચી ગયો છે. તેમજ આ મામલે CID ક્રાઈમે 3 આરોપીઓની ધરપકડ કરી છે.

મળતી માહિતી પ્રમાણે, જુહાપુરા 15 લાખથી વધુની નકલી ચલણી નોટો મળી આવી છે. જેમાં CID ક્રાઈમે સતીષકુમાર ઉર્ફે વિક્કી જીનવા, અનિલકુમાર ધોબી અને કાલુરામ મેધવાલની ધરપકડ થઈ છે. આ ત્રણેય આરોપીઓ મધ્યપ્રદેશમાં મકાન ભાડે રાખી નકલી નોટો છાપતા હતા. લાખોની કિંમતની આ નકલી નોટો જુહાપુરાના મોઈન બાપુને આપવાના હતી એવું પ્રથમિક તપાસમાં સામે આવ્યું છે.