India Pakistan War : ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ગુરૂવારની રાત્રિએ મોટાભાગના કચ્છમાં બ્લેકઆઉટથી અંધારપટ છવાયો હતો. આતંકી હુમલા બાદ ભારતે એરસ્ટ્રાઇક કરીને દુશ્મન દેશ પાકિસ્તાનને શબક શીખવાડ્યો છે, જેથી રઘવાયા બનેલા પાકિસ્તાને ગોળીબાર, મિસાઇલ એટેક કર્યો છે.
આ સમયે પાકિસ્તાનની સરહદને અડીને આવેલા દેશના પશ્ચિમી સાગરકાંઠાના કચ્છ જિલ્લામાં ગુરૂવારે રાત્રે ઉચ્ચ કક્ષાએથી થયેલા આદેશ બાદ કચ્છ કલેક્ટર આનંદ પટેલે બ્લેકઆઉટનો આદેશ કરતાં મોટાભાગના કચ્છમાં અંધારપટ છવાયો હતો. કચ્છના મોટાભાગના વિસ્તારોમાં રોડલાઇટ અને ઘરોની લાઇટો બંધ હતી.
પહેલગામમાં પાકિસ્તાન પ્રેરીત આતંકવાદીઓ દ્વારા હિન્દુસ્તાની નાગરીકોને મારી નાખવામાં આવ્યા હતા. આ બાદ ભારતે 15 દિવસ બાદ Operation Sindoor અંતર્ગત પાકિસ્તારમાં આતંકવાદી ઠેકાણોઓ પર હુમલો કર્યો હતો. જેમાં અનેક આતંકીઓ માર્યા ગયા અને બાદમાં પાકિસ્તાને પણ ભારત પર નિષ્ફળ હુમલાના પ્રયાસ કર્યા. આ વચ્ચે ભારત પણ સામે જડબાતોડ જવાબ આપી રહ્યુ છે. ભારતીય સેનાએ પાકિસ્તાનમાં અનેક ઠેકાણે ડ્રોન અને એર સ્ટ્રાઈક કરી છે. હવે બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ છે.
આ સમયે ભારત દ્વારા સરહદી જિલ્લાઓના નાગરીકોને સુકક્ષિત રાખવા માટે તમામ સંભવ પ્રયાસ કરાઈ રહ્યા છે, જેમાં આ બ્લેકઆઉટ પણ મહત્વપૂર્ણ નિર્ણય છે.
આ પણ વાંચો..
- અરવિંદ કેજરીવાલે AAP નેતા Pravin Ramની ખેડૂતો માટેની 14 દિવસની પદયાત્રાની નોંધ લીધી
- Gandhinagar: ગુજરાત વિધાનસભાના સત્રના પહેલા દિવસે કોંગ્રેસનો દેખાવો, સુરક્ષા કડક અને ચૈતર વસાવાની હાજરી
- Kutch: જિલ્લામાં તોફાની વરસાદથી જળબંબાકાર, શાળાઓ બંધ અને ગ્રામજનોને ઍલર્ટ
- સ્પેને Israelને આપ્યો ઝટકો, શસ્ત્રોની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો
- 100થી વધુ લોકો પોલીસ ફરિયાદ કરવા પહોંચ્યા પરંતુ પોલીસ ફરિયાદ લેવા તૈયાર નથી: Jitu Upadhyay AAP