Vadodara: પૂરમાં લોકોની મિલકતોને પારાવાર નુકસાન થતાં થયું હોવા છતાં ભાજપના અસંખ્ય કાઉન્સિલરો પોતાના વોર્ડ વિસ્તારમાં જતા નથી એવી વ્યાપક ફરિયાદો વધી રહી છે. કોર્પોરેટરોએ પૂરથી પ્રભાવિત સોસાયટીના નાગરિકોને સાંત્વના આપવાની દરકાર પણ કરી નથી, જેથી નાગરિકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. આજે ન્યુ વીઆઈપી રોડ પર સાંઇદીપ નગરના રહીશોએ સોસાયટી ગેટ પર કેટલીક મોંગણીઓ સાથે નેતાઓ માટે પ્રવેશબંધી જાહેર કરી બેનર લગાડતા ફરી એકવાર વિવાદ સર્જાયો છે.

Vadodara: વોર્ડના ૧૦ વર્ષથી જે કોર્પોરેટર છે, તેમના પિતરાઈ ભાઈ પણ અહીં રહે છે સાંઇદીપ નગરમાં આ જ વોર્ડના | ભાજપના જ ૧૦ વર્ષથી જે કોર્પોરેટર છે, તેના પિતરાઈ ભાઈ પણ રહે છે, સાથે સાથે આ વોર્ડ મેયરનો પણ છે.

નાગરિકો બળાપો ઠાલવી રહ્યા છે કે, અમને પૈસાની જરૂર નથી, પરંતુ કોર્પોરેટરો અમારા ખબર કે હાલ પૂછવા પણ નથી આવ્યા અને ફરજ ચૂક્યા છે. ખરેખર તો કોર્પોરેટરોએ સીધે સીધો નાગરિકો સાથે સંપર્ક રાખવાનો હોય છે. ઘણા લોકો કહી રહ્યા છે કે, અમને સરકાર કે કોર્પોરેશન પાસે પૈસાની આશા નથી, પરંતુ તેઓએ અમારા વિસ્તારમાં અમારી સોસાયટીમાં આવીને પરિસ્થિતિનો તાગ મેળવવાની દરકાર પણ કરી નથી. ત્યારે આવા કોર્પોરેટરો શું કામના? અમારે દરેક વખતે કામ કરાવવા અધિકારીઓ પાસે જવું પડે છે.