Kutch: સમગ્ર રાપર વિસ્તાર રખડતા ઢોરોની સમસ્યાથી ત્રસ્ત છે. વારંવાર નગરપાલિકાને રજૂઆત કરાઈ હોવા છતાં નગરપાલિકાના બેશરમ અધિકારીઓએ અને પદાધિકારીઓ દ્વારા ઢોરોને પાંજરે પુરવા અંગેની કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવી હોવાથી છેલ્લા ૩ માહિનામાં રાપર વિસ્તારમાં જ યુધ્ધે ચડેલા આખલાઓના હદેફેટે આવી જતાં ૩ લોકોના મોત થયા છે. જેમાં આ વખતે લોહાણા સમાજના ઉપપ્રમુખ બાઇક પર જતાં સમયે આખલા યુદ્ધના વચ્ચે ફસાઈ જતાં તેમણે ફાંગોળી દેવામાં આવ્યો હતો અને ગંભીર ઈજાઓના કારણે આધેડનું મોત થયું હતું.
Kutch: આખલા યુદ્ધને નિયંત્રિત કરવામાં નગરપાલિકા નિષ્ફળ
Kutch: આ અંગે મળતી માહિતી મુજબ રવિવારે સાંજે રાપરના અયોધ્યાપુરી સર્કલ પાસે ત્રણ આખલા બાખડતા રાપર લોહાણા મહાજનના ૫૫ વષીય ઉપપ્રમુખ વસંતભાઈ દયારામભાઇ ઠક્કર ઉર્ફે બકાભાઈનું ગંભીર ઇજાઓના કારણે મૃત્યુ થવાની ઘટના બનીહતી.
રાપર દરિયાસ્થાન મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી અને રાપર લોહાણા સમાજના માજી પ્રમુખ રસિકલાલ ઠક્કર તથા નગરપાલિકાના માજી પ્રમુખ પ્રવિણભાઈ ઠક્કરના નાના ભાઈ અને હાલ રાપર લોહાણા સમાજના ઉપપ્રમુખ તરીકે સેવાઓ આપતા વસંતભાઈનુ સાંજના અરસામાં અયોધ્યાપુરી વિસ્તારમા બાઈકથી જતા હતા ત્યારે ત્યારે યુદ્ધચડેલ યુદ્ધે ચડેલા આંખલાઓની હડફેટે આવી જતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેમને પ્રથમ સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને બાદમાં વધુ સારવારની જરૂર જણાતા પાટણ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન સોમવારે સવારે તેમનું દુઃખદ નિધન થયું હતું. આ બનાવ બનતા લોહાણા સમાજ ઉપરાંત સમગ્ર શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.