CM: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે સુશાસન દિવસના ઉપલક્ષમાં ગુડ ગવર્નન્સ થકી જનકલ્યાણની નેમ સાથે ‘મારી યોજના’ પોર્ટલ, ‘સ્વાગત 2.0’ અને ‘કનેક્ટ ગુજરાત’ પહેલ, સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના પ્રકલ્પો, શ્રમ અને રોજગાર વિભાગના નવા સેવા કાર્યો, રાજ્યની 34નગરપાલિકામાં સીટીઝન સિવિક સેન્ટર જેવા અનેકવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં નાગરિકોના ગુણવત્તાસભર જીવનમાં વધારો કરવાની સાથે વિકાસમાં વધારો કરવા હેતુ વિવિધ MoU કરવામાં આવ્યા હતા સાથે જ સમગ્ર વર્ષ દરમિયાન સ્વચ્છતા અભિયાન અન્વયે શ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્ય સરકારના વિભાગોને પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.