Morbiનાં વેજીટેબલ રોડ પર છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા કરવામાં આવી હતી. જયારે બે યુવાનને ઈજા પહોંચતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી. જેમાં આજે પોલીસે હત્યા કરનાર આરોપીને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે.

Morbi: મોબાઈલ ફોન બાબતે થયેલી માથાકૂટનાં સીસી ટીવી ફૂટેજ મેળવીને પોલીસને તપાસ આગળ ધપાવી મોબીના વેજીટેબલ લાભનગર પાસે રહેતા કોકીલાબેન મુકેશભાઈ પરમાર (ઉ.વ.૩૫)એ આરોપી ઈરફાન દાઢી જામ મિયાણા (રહે. મોરબી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી ઈરફાન જામે પંચમુખી હનુમાનજી મંદિર પાસે મારામારી કરી તેના ભાઈ શામજી ચાવડા તેમજ તેના મિત્રો જગદીશ બારોટ અને પ્રભુભાઈ કોળીને છરીના ઘા ઝીંક્યા હતા. જેમાં શામજી ચાવડાને | નીકળતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું. પોલીસે હત્યા અને એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી અને આજે આરોપી ઈરફાન દાઢી જામને ઝડપી લીધો હતો.

જે મામલે ડીવાયએસપી ઝાલાએ કરનારઆરોપી ઈરફાન જામને ઝડપી પોલીસે ગુનામાં વપરાયેલ છરી લોહી વાળા કપડા કબજે લીધા છે. તેમજ વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા છે. બનાવમાં મોબાઈલ ફોન બાબતે ચાલતી માથાકૂટમાં આરોપી ઈરફાન વેજીટેબલ રોડ પર રાહ જોઈને બેઠો હતો. અને ત્રણેય મિત્રો બોલાચાલી કરી છરી વડે હુમલો કરી દીધો હતો. મૃતક અને તેના મિત્રો માતાના મઢ સેવા કેમ્પમાં જવાની તૈયારી કરતા હતા. ત્યારે બનાવ બન્યાનું ખુલ્યું છે. હત્યાના ગુનામાં ઝડપાયેલ આરોપી ઈરફાન વિરુદ્ધ અગાઉ મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનો નોંધાઈ ચુક્યો છે.