Morbi શહેરમાં રહેતા ૪૩ વષીય યુવકને શેરબજારમાં રોકાણ કરી સારો નફો આપવાની લાલચે ૫૦ લાખની રકમ મેળવી આજદિન સુધી પરત નહિં આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

Morbi: મોબાઇલ ફોનમાં એપ્લીકેશન ડાઉનલોડ કરાવીને જુદી-જુદી કંપનીનાં શેરમાં રૂપિયાનું રોકાણ કરાવ્યા બાદ ચીટર ગેંગ ગાયબ

Morbiની શ્રીકુંજ સોસાયટીમાં રહેતા ભરતભાઈ લભાઈ ગોરધનભાઈ પાંચોટિયા (ઉ.વ.૪૩) નામના યુવકે વ્હોટસએપ નંબર ધારકો અને બેંક એકાઉન્ટ ધારકો સહિત ૧૩ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે આરોપીના વોટ્સએપ નંબર પરથી ફરિયાદી ભરતભાઈને લીંક મોકલી હતી અને બંને વોટ્સએપ નંબરની પ્રોફાઈલ | ચેક કરતા તેનું નામ પ્રિયંકા કુમારી અને | શોયર્મ ગુપ્તા જાણવા મળ્યું હતું. બાદમાં બંને નંબર પરથી શેરબજારમાં રોકાણ અંગેની ટીપ્સ મોકલતા હતા. શેરબજારમાં રોકાણ કરવા માટે આસ્થા નામની એપ્લીકેશનમાં રોકાણ કરતા હોવાથી તેમાં જુદી જુદી કંપનીના નવા આઇપીઓમાં શેર લાગ્યા હોવાની વાત કરી હતી. જેથી ભરતભાઈએ રોકાણ કર્યું હતું. બાદમાં રૂપિયા પરત લેવા માટે મેસેજ કર્યા હતા. ત્યારે આરોપીઓએ એપ્લિકેશન લોગીન આઈડી લોક કરી દીધું હતું.

ગત તા. ૧૪-૦૬-૨૦૨૪ થી તા. ૦૩-૦૭-૨૦૨૪ દરમિયાન શેરબજારમાં ઓનલાઈન રોકાણ કરાવી સારો નફો કમાવવાની લાલચ આપી ફરિયાદી ભરતભાઈને વિશ્વાસમાં લઈને આરોપીઓએ અલગ અલગ બેંક ખાતામાં કુલ રૂા. ૫૦ લાખ મેળવી લીધા હતા અને બાદમાં રૂપિયા આજદિન સુધી પરત નહિં આપી છેતરપીંડી આચરી હતી. મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને વ્હોટસએપ નંબર અને બેંક એકાઉન્ટ ધારક સહિત ૧૩ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.