Khambhali: પર્વની મહારાણી દિવાળી નિમિત્તે ખંભાળિયામાં છેલ્લા બે દિવસથી ખરીદીને રોનક જોવા મળી રહી છે. ત્યારે શહેરમાં વિવિધ ધંધાથીઓને ત્યાં છેલ્લી ઘડીની ઘરાકી નીકળતા વેપારીઓએ પણ રાહતની લાગણી અનુભવી છે.
Khambhali: ફટાકડા, કપડાં, દાગીના, મોબાઈલ ઉપરાંત ઈલેક્ટ્રોનિક્સ આઈટમની ધૂમ ખરીદી, દિવાળી પર્વની ઉલ્લાસભેર ઉજવણી
આ વર્ષે Khambhali સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મહદ અંશે સારા વરસાદ | થયા છે. જેના કારણે આગામી દિવસોમાં સારું વર્ષ બની રહે તેવી સંભાવનાઓ વચ્ચે હાલ દિવાળીના દિવસોમાં લોકોનો ખરીદી તરફી ઝોક જોવા મળી રહ્યો હતો. શહેરમાં ઇલેક્ટ્રોનિક્સ, મોબાઈલ, કપડા, જવેલર્સ, ફર્નિચર સહિતના વિવિધ નાના મોટા ધંધાથીઓને ત્યાં છેલ્લી ઘડીની ઘરાકી નીકળી હતી. ખાસ કરીને લોકોએ મનગમતા મોબાઈલ | તેમજ કપડાની દિલ ખોલીને ખરીદી કરી હતી. આટલું જ નહીં, લોકોએ વિવિધ ફટાકડા તેમજ આતશબાજીની ખરીદી માટે પણ બજારમાં જોવા મળ્યા હતા. સરવાળે લોકોએ મંદી, મોંઘવારીની બુમરાણને ભૂલી જઈ અને દિવાળીના તહેવારને મને ભરીને માણવા મક્કમ તહેવારને રહ્યા છે.
છેલ્લા બે દિવસથી અહીંના નગર ગેઈટ, જોધપુર ગેઈટ, મેઈન બજાર, ચાર રસ્તા તેમજ નવાપરા જેવા વિસ્તારોમાં જુદા જુદા સ્થળોએ આકર્ષક રોશની વચ્ચે ઘરાકીની ચમક જોવા મળતા વેપારીઓએ પણ રાહતનો દમ ખેંચ્યો હતો. આ સાથે બહેનોએ પોતાના ઘરોને સાજ-શણગાર સજીને આકર્ષક રોશની તેમજ દીવડાઓ વડે શણગાર્યા હતા