Jamnagar મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રાવણી મેળામાં પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો મળી રહે, અને નાની મોટી મશીન મનોરંજન ની રાઈડ ચાલુ કરવા માટેનો પૂરતો વીજ સપ્લાય ચાલુ રહે, તે માટે પ્રદર્શન મેદાનની આગળ અને પાછળના ભાગે જુદા જુદા ૨૦૦ કેવીએ ના ૩ ટ્રાન્સફોર્મર ઊભા કરી દેવામાં આવ્યા છે, અને ૬૦૦ કે.વી.એ.નો વિજ લોડ ઉપલબ્ધ કરાવાયો છે. જે જુદા જુદા ૧૧ કેવીએ ના જુદા જુદા બે ફીડર મારફતે મેળા મેદાનમાં પાવર સપ્લાય ચાલુ રહેશે તે પ્રકારની વ્યવસ્થા પીજીવીસીએલ ના સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝન દ્વારા મેળાના પ્રારંભ પહેલાં જ ઊભી કરી લેવામાં આવી છે. આ ઉપરાંત મનપા દ્વારા ફાયર સેફટીની વિશેષ સુવિધા ઉભી કરાઇ છે.
મનપા દ્વારા ફાયર સેફટી બાબતે વિશેષ સુવિધાઃ ૧૫ દિવસ માટે મેળાના મેદાનમાં હંગામી ફાયર સ્ટેશન ઉભું કરાયું Jamnagar ના શ્રાવણી મેળાના રાઈડ ધારકો અને સ્ટોલ ધારકો વગેરે દ્વારા અલગ ૧૫ જેટલા હંગામી વીજ કનેક્શન મેળવવામાં આવ્યા છે, અને ૬૦૦ કિલો વોટ પૈકી ૪૮૧ કિલો વોટ નું વિભાજન કરીને વિજ તંત્ર દ્વારા હંગામી વીજ જોડાણ આપવા માટેની સુવિધા પ્રાપ્ત કરવામાં આવી છે.
સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝન ના નાયબ ઈજર્નર અજય પરમાર તેમજ જુનીયર શ્રી શર્મા અને સમગ્ર ટીમ દ્વારા મેળાના ૧૫ દિવસ માટેની જરૂરી સ્ટાફની વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા સમગ્ર મેળા મેદાનની અંદર ૫૦ થી વધુ થાંભલાઓ ઊભા કરીને તેમજ ૧૦૦ થી વધુ હેલોઝન લાઇટ લગાવીને સમગ્ર | અલગ| મેળા મેદાન ને ઝળહળતું, કરવામાં આવ્યું છે. તેમજ લાઈટ જવાની સંભાવના ઉપસ્થિત થાય, તો તેના વિકલ્પ રૂપે જનરેટર સહિતની પણ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે.
પ્રદર્શન મેદાનના શ્રાવણી મેળામાં આગ- અકસ્માત સહિતની કોઈપણ પ્રકારની દુર્ઘટનાને સત્વરે નિવારી શકાય, તેમ જ ફાયર સંબંધિત કોઈ સમસ્યાઓ ઉત્પન્ન ન થાય તેની પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે, મનપા દ્વારા પ્રદર્શન મેદાનમાં ૧૫ દિવસ માટે નું હંગામી મીની ફાયર સ્ટેશન ઉભું કરી ને ફાયર ફાઈટરની સાથે ફાયરના જવાનોની ટેમિ ને રાઉન્ડ જે ક્લોક તહેનાત માં રાખવામાં આવી છે, તેમજ જરૂરી સાધન સામગ્રી પણ સ્થળ પર જ ઉપલબ્ધ રાખવામાં આવી છે.
મેળાના તમામ આયોજકો સ્ટોલ ધારકો માટે જરૂરી માર્ગદર્શન માટે નો સેમિનાર યોજીને સ્થળ પર લાઈવ ડેમોન્સ્ટ્રેશનની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તથા મેળાના રાઈડ સંચાલકો દ્વારા ફાયર સેફટીના મુદ્દે જરૂરી સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવાઈ છે કે કેમ ? તેની ચકાસણી મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટુકડી દ્વારા કરવામાં આવી હતી અને સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.