Jamnagar ના એડવોક્રેટ હારૂન પલેજા ખૂન કેસમાં સ્પેશ્યલ પબ્લીક પ્રોસીક્યુટર તરીકે રાજકોટના સીનીયર એડવોકેટ અનીલભાઈ દેસાઈની નિમણુંક રાજય સરકારના કાયદા વિભાગ દ્વારા કરવામાં આવી છે.
રાજ્ય સરકારના કાયદા વિભાગ દ્વારા નિર્ણય
Jamnagarમાં તા.૧૩-૦૩-૨૦૨૪ના સાંજના સમયે જામનગર વાછાણી મીલ બેડીના ઢાળીયા પાસે એડવોકેટ હારૂન પલેજાની આરોપીઓ રજાક ઉર્ફે સોપારી, બશીરભાઈ સાયચ, સિંકદરભાઈ ઉર્ફે સિકલો સાયચા, દિલાવર કકલ, સુલેમાન કકલ, રમજાનભાઈ સાયચા, ઈમરાન સાયચા, એજાઝ સાયચા, ગુલામ સાયચા, મહેબુબ સાયચા, ઉમર ચમડીયા, શબીર ચમડીયા, અસગર સાયચા વિગેરે દ્વારા કાવતરૂ રચી તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરાઈ હતી. આ કેસમા સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમના પોલીસ ઇન્સપેકટર એન.એ. ચાવડાએ આરોપી વિરૂધ્ધ કોર્ટમાં ચાર્જશીટ કર્યું હતું.
સરકારના કાયદા વિભાગમાં આ કેસમાં સિનીયર એડવોકેટ, સરકાર પક્ષેકેસ ચલાવનાર અભ્યાસુ એડવોકેટને સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે નિમણૂંક કરવા માટે વકિલ મંડળ તથા આમ પ્રજા તરફથી રજૂઆત કરાઈ હતી, જેના અનુસંધાને આ કેસમાં તાજેતરમાં રાજયના કાયદા વિભાગે રાજકોટના પૂર્વ જિલ્લા સરકારી વકિલ અને પબ્લીક પ્રોસીકયુટર, રાજકોટ બાર એસોશીએશનના પૂર્વ પ્રમુખ અનીલભાઇ દેસાઈની સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે નિમણૂક કરેલ છે.
સીનીયર એડવોકેટ અનીલભાઈ દેસાઇએ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના સંખ્યાબંધ ચકચારી કેસોમા સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે તેમની ફરજ બજાવેલ છે અને ચકચારી કેસોમા ખૂંખાર-કુખ્યાત ગુન્હાગારોને સજાઓ કરાવેલ છે.