યાત્રાધામ Dwarka માં જગતમંદિરે રક્ષાબંધનના દિવસે કાળિયા ઠાકોરને વેદિક મંત્રોચાર તેમજ પુજન વિધી કરી રાજભોગ, મીઠા જલ ઉપરાંત નૂતન યજ્ઞોપવિત ધારણ કરાવાયા હતા તેમજ ઠાકોરજીને રાખડી અર્પણ કરવામાં આવી હતી. Dwarkaમાં દર્શનનો બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો. Dwarka ના ગોમતી ઘાટ ઉપર ગુગળી બ્રાહ્મણ ૫૦૫ અને લોહાણા સમાજના પુરૂષોએ પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરી પુજન વિધી કરી જનોઇ બદલાવી હતી.

શ્રાવણી પુનમના મોટી સંખ્યામાં ભાવિકો વહેલી સવારના ગોમતી સ્નાન કરવા પહોચ્યા -હતા. ગોમતી સ્નાન બાદ ભાવિકોએ કાળિયા ઠાકોરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દ્વારકાધીશજી મંદિરે ઠાકોરજીને પુનમના અલૌકિક શણગાર પ્રવિણભાઇ તેમજ નેતાજી પુજારી પરીવાર દ્વારા કરવામાં આવ્યા હતા. વહેલી સવારથી દ્વારકાધીશના દર્શન કરવા છપ્પનસિડી સ્વર્ગ દ્વાર તેમજ મોક્ષદ્વાર પાસે ભક્તોની લાંબી કતારો લાગી હતી.

દ્વાદશ જયોર્તિલીંગમાં સમાવિષ્ટ સોમનાથ મહાદેવ મંદિર શ્રાવણ મહિનાનાં ત્રીજા સોમવારે રક્ષાબંધનપર્વનાં દિવ્ય શણગાર કરવામાં આવ્યા હતા. ભગવાન શિવજીની પ્રતિકૃતિ સાથે સોમનાથ મંદિરમાં આયોજિત પાલખીયાત્રામાં સંખ્યાબંધ શ્રધ્ધાળુ, ભાવિકો જોડાયા હતા. દેવાધિદેવનાં દર્શન કરી અનેક બહેનોએ પોતાના ભાઈઓની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી તેમજ દેશના સીમાડા સુરક્ષિત રાખતા જવાનોની સુરક્ષાના ભગવાન ભોળાનાથ પાસે આર્શિવાદ માગ્યા હતા.