AAP News: રાજ્યમાં સામાન્ય જનતાનો અવાજ બનીને ઉભરી રહેલી આમ આદમી પાર્ટી(AAP) પોતાનું કદ વધારી રહી છે. ખેડૂતોનાં હક અને અવાજ માટે લડતી આમ આદમી પાર્ટી સતત કાર્યરત છે. રાજ્યમાં ખેડૂતો સાથે થઇ રહેલા અન્યાયથી રાજ્યના મુખ્યમંત્રીને પણ અવગત કરાવ્યા હતા. આ સાથે રાજ્યમાં ખેડૂતનાં મુદ્દા સહિત ડ્રગ્સ કે દારૂ મુદ્દે પણ આમ આદમી પાર્ટી સતત અવાજ ઉઠાવી રહી છે. રાજ્યમાં થઇ રહેલી નાની બાળાઓ પરની દુષ્કર્મની ઘટના સામે પણ આમ આદમી પાર્ટી સરકાર પાસે મહિલાઓની સુરક્ષાને લઇને સતત પોતાનો અવાજ બુલંદ કરી રહી છે. ત્યારે રાજ્યમાં વધુને વધુ લોકો સુધી કઇ રીતે પહોંચી શકાય? લોકો સાથે થઇ રહેલા અન્યાયને સરકાર સમક્ષ કઇ રીતે મૂકવા આવા અનેક પ્રશ્નોનો લઇને આમ આદમી પાર્ટીના સંગઠનને મજબૂત અને સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી બને છે. રાજ્યમાં થોડા સમયમાં ચૂંટણી આવી રહી છે. આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી દ્વારા નિયુક્તિ કરવામાં આવી છે.

આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી(AAP)નાં પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી સોરઠીયાની આગેવાનીમાં વધુ પદાધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. 500થી વધુ તાલુકા પંચાયત સીટના પ્રભારી અને સહ પ્રભારી, લીમખેડા અને સંતરામપુર વિધાનસભામાં આવતી જિલ્લા પંચાયત સીટના સહ પ્રભારી, સંતરામપુર તાલુકા ST વિંગના પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી અને મંત્રી, દાહોદ નગરપાલિકાના 1,2,3,4,6,7,8,9 વોર્ડના પ્રભારી અને સહ પ્રભારી, લીમડી તાલુકા મહામંત્રી, ઉપપ્રમુખ, ST વિંગ પ્રમુખ, કિસાન સેલ પ્રમુખ, ઝાલોદ તાલુકા મહામંત્રી, પ્રમુખ, ઉપપ્રમુખ, ST વિંગ પ્રમુખ, સોશિયલ મીડિયા પ્રભારી, મહિલા વિંગ પ્રમુખ અને દાહોદ તાલુકા મંત્રીની નિમણૂક કરવામાં આવી છે