AAP News: રાજ્યમાં સામાન્ય જનતાનો અવાજ બનીને ઉભરી રહેલી આમ આદમી પાર્ટી પોતાનું કદ વધારી રહી છે. ખેડૂતોનાં હક અને અવાજ માટે લડતી આમ આદમી પાર્ટી સતત કાર્યરત છે. આ સાથે રાજ્યમાં ખેડૂતનાં મુદ્દા સહિત ડ્રગ્સ કે દારૂ મુદ્દે પણ આમ આદમી પાર્ટી સતત અવાજ ઉઠાવી રહી છે. ત્યારે રાજ્યમાં વધુને વધુ લોકો સુધી કઇ રીતે પહોંચી શકાય? લોકો સાથે થઇ રહેલા અન્યાયને સરકાર સમક્ષ કઇ રીતે મૂકવા આવા અનેક પ્રશ્નોનો લઇને આમ આદમી પાર્ટીના સંગઠનને મજબૂત અને સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી બને છે. રાજ્યમાં થોડા સમયમાં ચૂંટણી આવી રહી છે. આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી દ્વારા નિયુક્તિ કરવામાં આવી છે.
મિશન 2027 અંતર્ગત ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી(AAP)ની સરકાર બનાવવાના લક્ષ્ય સાથે પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની ભલામણ મુજબ પ્રભારી તથા સહ-પ્રભારીની નિમણૂંક કરવામાં આવી છે. આ અંતર્ગત છોટા ઉદેપુર ડભોઇ વિધાનસભા બેઠક માટે પ્રભારી તરીકે સુરેશભાઈ વસાવાની અને સહ પ્રભારી તરીકે મહેશકુમાર વિક્રમભાઈ તડવીની નિમણૂંક કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ અગાઉ ગુજરાતની અનેક નગરપાલિકાઓના પ્રભારી અને સહ પ્રભારી તથા વોર્ડના પ્રભારી અને સહ પ્રભારીની પણ નિયુક્તિ કરી હતી. આ સાથે જ રાજ્યનાં સંખ્યાબંધ જિલ્લા પંચાયતોની સીટો પર પ્રભારી અને સહ પ્રભારીની નિયુક્તિ કરવામાં આવી હતી. મહત્વનું છે કે આવનાર સમયમાં આમ આદમી પાર્ટી વધુ નિયુક્તિઓ કરશે. આ નિમણૂંકો દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવી મિશન 2027ને સફળ બનાવવાના પ્રયાસોને ગતિ આપવામાં આવશે.





