Amreli: કોલકત્તામાં બનેલી ઈન્ટર્ન ડોકટરના રેપ અને મર્ડર ઘટનાને લઈને કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી, જેને લઈને સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે.

Amreli શહેરમાં શાંતાબા મેડિકલ કોલેજના વિદ્યાર્થી ડોકટરો અને અમરેલી ડોકટર એસોસિયેશનના આગેવાનો દ્વારા આજ રોજ કેન્ડલ માર્ચ યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોલકાતાની ઘટનામાં ન્યાયની માંગ સાથે Amreli સિવિલ હોસ્પિટલેથી સેન્ટર પોઈન્ટ સુધી મોબાઈલમાં લાઈટો સાથે 400થી વધુ વિદ્યાર્થી ડોકટરો સહિત આઈએમએના આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન સાથે કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી.

આ ઘટના દરમિયાન અમરેલી આઈ.એમ.એ.ના પ્રેસિડેન્ટ અને આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના આગેવાન ડો.જી.જે. ગજેરા દ્વારા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને સેફટી માટે સાધનો પોતાની પાસે રાખવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. અહીં રાજકમલ ચોક ખાતે ડો.જી.જે. ગજેરા દ્વારા જાહેરમાં પિસ્તોલ કાઢવામાં આવી હતી અને પોતાની સેફટી માટે જરૂર પડે તો હથિયાર રાખવા માટે પણ ડોકટરોને સલાહ આપી હતી.