Gujarat સરકારે હવે ગેરકાયદેસર બ્રિજ શોધવાની શરૂઆત કરવી જોઈએ. Gujaratમાં ખેડા જિલ્લામાં એક સપ્તાહમાં બીજો ગેરકાયદેસર બ્રિજ મળ્યો છે. ખેડા તાલુકાના રઢુ ગામ બાદ હવે માતરના મહેલજમાં ગેરકાયદેસર બ્રિજ તોડી પડાયો છે. વાત્રક નદી પર ગેરકાયદેસર રીતે આ બ્રિજ બનાવાયો હતો.
જો કે, સ્થાનિકો આ બ્રિજ ભૂમાફિયા નહીં, પરંતુ આસપાસના ગ્રામજનોની સુખાકારી માટે બનાવ્યો હોવાનો દાવો કરી રહ્યા છે. જો કે, નદીમાં ખનન પ્રવૃતિ માટે જ આવા બ્રિજ બનાવાઈ રહ્યા છે, તે અનેક કેસમાં સામે આવ્યુ છે.
માતર તાલુકાના મહેલજ ગામની નજીકથી વાત્રક નદી પસાર થાય છે. આ વાત્રક નદીની ઉપર મહેલજથી ખેડાના રઢુ ગામને જોડતો 100 ફૂટનો બ્રિજ તોડી પડાયો છે. સિમેન્ટના નળ નાખી અને ગેરકાયદેસર બ્રિજ બનાવાયો હતો. મામલતદારના આદેશ બાદ આ બ્રિજ તોડી નાખતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે.

જો કે, આ બ્રિજ ગ્રામજનો ઉપયોગમાં લેતા હતા કે પછી ભૂમાફિયાઓ તે અંગે હજુ સુધી તંત્રમાંથી કોઈ અધિકારીએ સત્તાવાર નિવેદન આપ્યુ નથી. આ બ્રિજ પણ ભૂમાફિયાઓ દ્વારા જ ગેરકાયદેસર ખનન પ્રવૃતિ માટે ઉપયોગમાં લેવાતો હોવાની ચર્ચાઓ છે. નદીમાંથી રેતી ખનન કરી અને એક તરફખી બીજી તરફ લઈ જવાતી હતી. જો કે, ખનીજ માફિયાઓએ બનાવેલો આ બ્રિજ સ્થાનિકો પણ ઉપયોગ કરતા હતા.
આ મામલે સ્થાનિક રહેવાસી સજ્જાદખાન પઠાણે જણાવ્યુ હતુ કતે, નળ નાખીને બનાવાયેલો આ બ્રિજ આસપાસના ગ્રામજનો પણ ઉપયોગમાં લેતા હતા. લોકોને 40 કિલોમીટરનું અંતર આ બ્રિજના કારણે 10 કિલોમીટર થઈ જતુ હતુ. જેથી 30 કિલોમીટરનો ફેરો ઘટતો હતો. તંત્ર દ્વારા સ્થાનિકો માટે બ્રિજ કાયદેસરનો બ્રિજ બનાવાય તે જરૂરી છે.
આ પણ વાંચો..
- કુટુમ્બ પ્રબોધનનું કાર્ય 6 મુદ્દાઓ પર ચાલે છે, RSS સુપ્રીમો ભાગવતે કાર્યકરોને આ પાઠ આપ્યો
- Breaking News : લખનૌમાં ગરીબ રથ ટ્રેનને પલટી નાખવાનું કાવતરું નિષ્ફળ ગયું
- મોટા ઉદ્યોગપતિઓનો Adani ગ્રુપ પર વિશ્વાસ વધ્યો, GQG અને LIC એ તેમનો હિસ્સો વધાર્યો
- Waqf bill: સરકારે સુપ્રીમ કોર્ટને હમણાં વચગાળાનો આદેશ ન આપવાનું કેમ કહ્યું, આ 3 મુદ્દા બન્યા કારણ
- Rahul Gandhiના 2 પ્રકારના ઘોડા, ગુજરાતમાં કોંગ્રેસની રણનીતિ સમજાવી