Isudan Gadhvi Statement: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ ખેડૂતોને રાત્રે પાણી વાળવામાં પડતી તકલીફોને લોકોને બતાવવા માટે ખુદ પાવડો લઈને ખેતરમાં પાણી વાળવાનું કામ કર્યું અને આ દરમ્યાન ફેસબુક પર લાઇવ પણ આવ્યા. તેમણે જણાવ્યું કે ખેડૂત દિવસ-રાત મહેનત કરે છે છતાં પણ તેને પોતાની પાકનો પૂરતો ભાવ મળતો નથી. રાત્રે પાણી વાળતી વખતે ખેતરમાં સાપ નીકળવાનો ખતરો રહે છે, છતાં ખેડૂતે પાણી વાળવું જ પડે છે. વારંવાર વીજળી જતી રહે છે જેના કારણે મોટર હોવા છતાં ખેડૂતને તકલીફ પડે છે અને પૂરતી વીજળી ન મળવાથી મોટર પણ બળી જાય છે. ઈસુદાન ગઢવીએ કહ્યું કે નેતા પોતાના દીકરાને નેતા, કલેક્ટર પોતાના દીકરાને કલેક્ટર બનાવવા માંગે છે, પરંતુ ખેડૂત ક્યારે પોતાના દીકરાને ખેડૂત બનાવવા માંગતો નથી કારણ કે ખેતીની હાલત ખૂબ જ ખરાબ છે. ખેતી સૌથી વધુ રોજગારી આપે છે છતાં પણ ખેડૂતોની સમસ્યાઓ પર સરકાર ધ્યાન આપતી નથી, જ્યારે લોકો પૂરતું ભોજન મેળવે છે તે માત્ર ખેડૂતોની દિવસ-રાતની મહેનતથી. ઘણા ખેડૂતોએ ખાતર લેવા માટે પોતાની પત્નીના ઘરેણા પણ વેચવાના વારો આવે છે.
AAP પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ ભારપૂર્વક જણાવ્યું કે પૂરતા ભાવ ન મળવાથી 20-30 વિઘા જમીન ધરાવતા ખેડૂતોના હાથમાં ઘણીવાર કંઈ આવતું જ નથી, જેના કારણે ઘણા ખેડૂત દેવામાં ડૂબી જાય છે. ખાતર, જંતુનાશક દવા, બિયારણ, ડીઝલ જેવી જરૂરી વસ્તુઓના ભાવે ભારે વધારો થતાં ખેડૂતોની પરિસ્થિતિ અત્યંત દયનીય બની છે. તેમણે કહ્યું કે જો ખેડૂત સમૃદ્ધ બનશે તો ગુજરાત રાજ્ય અને આખો દેશ સમૃદ્ધ બનશે કારણ કે ખેતી અર્થતંત્રની કરોડરજ્જુ છે. ઈસુદાન ગઢવીએ પોતાના સપનાની વાત કરતા કહ્યું કે તેઓ ઈચ્છે છે કે ગુજરાતનો ખેડૂત માત્ર ખેતરમાં મહેનત કરનાર મજૂર નહીં પરંતુ સફળ ઉદ્યોગપતિ બને, પોતાની પાકનું પ્રોસેસિંગ, પેકેજિંગ અને માર્કેટિંગ પોતે કરે અને વૈશ્વિક બજારમાં પણ પોતાનું સ્થાન બનાવે. આ માટે તેમણે ગુજરાતના 54 લાખ ખેડૂત અને કુલ મળીને 1 કરોડ 20 લાખ ખેત મજૂરોને એકજૂટ થવાની અપીલ કરી અને કહ્યું કે જો ખેડૂતો અને મજૂરો સંગઠિત થશે તો તેમની અવાજને કોઈ દબાવી નહીં શકે અને ગુજરાતમાં સાચો બદલાવ લાવી શકાશે.
AAP પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ જણાવ્યું કે જ્યારે તેમને ન્યૂઝ ચેનલમાં મોટો હોદ્દો મળ્યો હતો ત્યારે પણ તેમણે હંમેશાં ખેડૂતો, ગરીબો અને વંચિતોના હક માટે અવાજ ઉઠાવ્યો હતો. તેમણે ઉલ્લેખ કર્યો કે ઉજ્જવલા યોજનાના કરોડો ગેસ સિલિન્ડર ભરાયા વગર જ ઘરોમાં પડ્યા છે, જે સરકારની ખોટી યોજનાઓ અને અમલીકરણની નિષ્ફળતા દર્શાવે છે. જો ગુજરાતના લોકોએ પાર્ટીને મોકો આપ્યો તો તેઓ એવું શાસન લાવીશું જેમાં ખેડૂતોના ઘરમાં પણ દિવાળી ઉજવાશે, ખેડૂતોને દિવસના સમયે પૂરતું અને નિયમિત પાણી મળશે, તેમની સમસ્યાઓને પ્રાથમિકતા આપવામાં આવશે અને ખેતીને નફાકારક વ્યવસાયમાં ફેરવવા માટે જરૂરી સહાય મળશે. આમ આદમી પાર્ટીની સરકાર ખેડૂતના બાળકોને ફી ભરવામાં કે હોસ્પિટલના બિલ ચૂકવવામાં ચિંતા ન કરવી પડે એવી વ્યવસ્થા કરશે. તેમણે કડક શબ્દોમાં કહ્યું કે કાયદો અને વ્યવસ્થાની એવી સ્થિતિ ઉભી કરવામાં આવશે કે અડધી રાત્રે પણ કોઈ બહેન-દીકરીને છેડવાની હિંમત કોઈ નહીં કરે અને ગ્રામ્ય વિસ્તારોમાં સુરક્ષા મજબૂત કરવામાં આવશે. માટે હવે તમામ 1 કરોડ 20 લાખ ખેડૂતો અને ખેત મજૂરોએ એક થવાની જરૂરત છે અને પરિવર્તન માટે આમ આદમી પાર્ટીને એક તક આપવાની જરૂર છે.