ગીર પંથકમાં ઇકોનો મુદ્દો ભભૂકી રહ્યો છે ત્યારે વિસાવદર ના પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણીએ ઇકોઝોન મુદ્દે એક વિડીયો રજૂ કર્યો હતો અને તેના જવાબમાં ઇકોઝોનની લડતના પ્રણેતા અને આપ નેતા Pravin Ramએ ભુપત ભાયાણીને આડેહાથ લીધા. ભુપત ભાયાણીએ નિવેદન આપ્યું હતું કે “ઇકોઝોનના મુદ્દા પર અમુક લોકો નીકળી પડ્યા છે” એ નિવેદન પર ‘આપ’ નેતા પ્રવીણ રામે કહ્યું કે ખેડૂતોને જરૂર હોય ત્યારે નીકળી જ પડવું પડે. વધુમાં ભુપતભાઈએ એવું કહ્યું કે કાયદાની કોઈ સાચી માહિતી નથી આપતા ત્યારે આ વાત પર આપનેતા પ્રવિણ રામે કટાક્ષ કરતા કહ્યું કે હે અવતારી પુરુષ અમે સાચી માહિતી ના આપતા હોય તો તમને સાચી માહિતી આપતા કોણ રોકે છે?.

ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતા Pravin Ramએ રાજકીય રોટલાના બયાન પર પલટવાર કરતા કહ્યું કે તમે ધારાસભ્યમાંથી રાજીનામું આપી ભાજપમાં ગયા તો તમે શું ત્યાં ભજીયા તળવા ગયા છો? ભૂપત ભાયાણીએ વિડિઓમાં પૂછ્યું કે વિસાવદરની જનતાનું 1 વર્ષથી રાજકીય નુકસાન કોણ કરી રહ્યું છે? આ બાબત પર ‘આપ’ નેતા પ્રવીણ રામે જવાબ આપતા કહ્યું કે એમનું નામ છે ભુપતભાઈ ભાયાણી, કારણકે ભુપતભાઈ તમે રાજીનામું આપ્યું એટલે વિસાવદરની જનતાને નુકસાન થઈ રહ્યું છે. ભુપતભાઈની ખંભે બંદૂકની વાતમાં આપનેતા પ્રવીણ રામે કહ્યું કે ભુપતભાઈ ખંભે બંદૂક તો ભાજપ વાળા તમારા ઉપર ફોડી ગયા છે.

આ તમામ જવાબોની સાથે સાથે આપનેતા પ્રવીણ રામે ભૂપતભાઈને ત્રણ પ્રશ્નો પૂછ્યા અને જવાબ માંગ્યા, પહેલો સવાલ કરતા કહ્યું કે, ભુપતભાઈ તમે ઇકોઝોન લાગુ કરાવવા માંગો છો કે નાબૂદ કરવા માંગો છો? બીજો સવાલ પૂછ્યો કે ઇકોઝોનથી ખેડૂતોને જો ફાયદો થતો હોય તો 10 ફાયદા જણાવો. ત્રીજો સવાલ આપ નેતા પ્રવિણ રામે પૂછ્યો કે તમે પક્ષ પલટો કર્યો એ પ્રજા સાથે દ્રોહ કહેવાય કે ના કહેવાય? આપ નેતા પ્રવીણ રામે અંતે કહ્યું કે જો ભુપતભાઈ તમે આ પ્રશ્નોના જવાબ ના આપ્યા તો દરેક સભામાં તમને યાદ કરીશ અને જો તમે જવાબ નઈ આપો તો અમે એવું સમજીશું કે તમને ભાજપથી પ્રેમ છે ખેડૂતોથી પ્રેમ નથી.