વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી Gopal Italiyaને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. આજે તેઓએ વિસાવદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર અભિયાન શરૂ કર્યો હતો. વિસાવદરના ઉમેદવાર Gopal Italiyaનો આજનો પ્રવાસ કાર્યક્રમ સવારે માંડાવડ માર્કેટિંગ યાર્ડથી શરૂ થયો છે. ત્યારબાદ તેઓ વિસાવદર સરદાર ચોક અને આંબેડકર ચોકની મુલાકાત લીધી. બપોરે સતાધાર ધામ જશે. બપોર પછી કાલસારી, ભલગામ, ચુડા અને ચણાકા ગામોમાં પ્રચાર કરશે. રાત્રે 8 વાગ્યે મોટા કોટડા ગામે જાહેર સભા સંબોધશે. આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ હારતોરા કરી ઢોલના ધબકારે ગોપાલ ઇટાલીયાને આવકાર્યા હતા અને કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સમર્થકો અને કાર્યકર્તાઓએ “ગોપાલભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ” ના નારા સાથે ચૂંટણી પ્રચાર પ્રસારના શ્રીગણેશ કર્યા હતા.

આ દરમિયાન વિસાવદરના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ભાજપના નેતાઓ માનતા હોય છે કે તેઓ ડરાવી ધમકાવીને કે લલચાવીને કોઈપણ ઉમેદવારને, ધારાસભ્યને કે કોઈ આગેવાનને બેસાડી દેશે, પરંતુ હું ભાજપના નેતાઓને ચેલેન્જ આપવામાં માગું છું કે જો કોઈ માઈનો લાલ હોય તો Gopal Italiyaને પૈસાથી, પદથી, પોલીસથી તંત્રથી સીબીઆઇથી ડરાવી ધમકાવી કે ઝૂકાવી બતાવે. મને પૂરો વિશ્વાસ છે કે વિસાવદરના ખેડૂતો મારા જેવા એક ખેડૂત પુત્રને અને સામાન્ય પરિવારમાંથી આવનારા ઉમેદવારને સ્વીકારશે. હું વિસાવદરના ખેડૂતોનો અવાજ બનીશ અને વિધાનસભામાં મુખ્યમંત્રીની આંખોમાં આંખો નાખીને ખેડૂતો મુદ્દે સવાલ પૂછીશ. હું આશા વ્યક્ત કરું છું કે આ વખતે ફરી એકવાર વિસાવદરના લોકો આમ આદમી પાર્ટી પર વિશ્વાસ કરશે અને આમ આદમી પાર્ટીને વિજય બનાવશે.