આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ Ishudan Gadhaviએ આજે ઉપલેટા,ભાયાવદર,જેતપુરમાં આવનાર સ્થાનિક ચુંટણીને લઈને પદાધિકારીઓ અને કાર્યકરો સાથે મિટિંગ યોજી હતી. આ દરમિયાન તેમણે પોતાની વાત રજૂ કરતી જણાવ્યું હતું કે, આજે આમ આદમી પાર્ટીનો સ્થાપના દિવસ અને સંવિધાન દિવસ છે. બાબાસાહેબ આંબેડકરે અને તેમની ટીમે ભારતને દુનિયાનું શ્રેષ્ઠ બંધારણ આપ્યું એ માટે આજે આપણે સૌ તેમના આભારી છીએ. આજે આપણા દેશમાં બંધારણ બચાવવું ખૂબ જ જરૂરી બની ગયું છે. આજે અધિકારીઓ એક અધિકારી રૂપે કામ નથી કરતા, પરંતુ એક પાર્ટીના કાર્યકર્તાના રૂપે કામ કરી રહ્યા છે. મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી અને મંત્રીઓ આજે બંધારણની શપથ લઇ રહ્યા છે, પરંતુ તેઓ બંધારણનું પાલન કરતા નથી. તેઓ આજે પેપર ફોડી રહ્યા છે, બેરોજગાર યુવાનોની મજાક ઉડાવે છે અને બેફામ ભ્રષ્ટાચાર કરીને લૂંટ ચલાવી રહ્યા છે. આ બંધારણની હત્યા છે.
બીજી બાજુ આજે ગુજરાતમાં વિપક્ષને વિરોધ કરવાની પણ પરમિશન આપવામાં આવતી નથી. પશ્ચિમ બંગાળમાં જ્યારે કોઈ ઘટના ઘટે છે તો ભાજપના પ્રદેશ પ્રમુખ તે મુદ્દા પર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન કરે છે, પરંતુ ગુજરાતમાં જ્યારે કોઈ ઘટના ઘટે છે ત્યારે તે મુદ્દા પર વિરોધ પ્રદર્શન કરવાની અનુમતિ મળતી નથી. ગુજરાતમાં ખૂબ જ બળાત્કારની ઘટનાઓ ઘટી રહી છે પરંતુ તેનો વિરોધ કરી શકતા નથી. આના પરથી આપણે કહી શકીએ કે ગુજરાતમાં બંધારણની હત્યા થઈ રહી છે. અમે આશા રાખીએ છીએ કે ગુજરાતના લોકો ભ્રષ્ટ ભાજપની હકીકત જુએ અને જાગૃત થાય. આજે સમગ્ર ગુજરાતના લોકોને કહીશ કે આજે આપણે સાથે મળીને બંધારણ દિવસની ઉજવણી કરીએ.
આજે આમ આદમી પાર્ટીનો સ્થાપના દિવસ પણ છે અને ફક્ત 10-11 વર્ષના ટૂંકા ગાળામાં આમ આદમી પાર્ટીએ બે રાજ્યોમાં સરકાર બનાવી છે. પાંચ રાજ્યોમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યો અને સ્થાનિક સ્વરાજના સભ્યો છે. અરવિંદ કેજરીવાલજી કામની રાજનીતિ કરે છે. યુવાનોને રોજગારી આપવી, ભ્રષ્ટાચાર ખતમ કરવો, વીજળી-પાણી અને બસ સેવાને મફતમાં ઉપલબ્ધ કરાવવી અને દિલ્હી પર દેવું પણ તેઓ વધવા દેતા નથી અને આ તમામ સુવિધાઓ પ્રજાના ટેક્સના પૈસાથી આપવામાં આવે છે. હું આશા રાખું છું કે અરવિંદ કેજરીવાલજી ફરી એકવાર દિલ્હીના CM બને. આજે આમ આદમી પાર્ટીના સમગ્ર દેશના તમામ કાર્યકર્તાઓને હું સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવું છું.