સુરત મહાનગરપાલિકા વોર્ડ નં. 18 ની પેટા ચૂંટણીને હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી બચ્યા છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ યુવા અને ખંતીલા એવા Suraj Ahirને ઉમેદવાર બનાવ્યા છે. સુરજ આહીર પોતાના વિસ્તારમાં ખુબ જ જાણીતું એવું નામ છે અને લોકોના પ્રાણપ્રશ્નો બાબતે હંમેશા સજાગ રહેતા હોય છે.
આ સંદર્ભે આજરોજ આમ આદમી પાર્ટીના યુવા અને લોકપ્રિય ઉમેદવાર Suraj Ahirના સમર્થનમાં ‘આપ’ પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયાની આગેવાનીમાં જંગી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરજ આહીરને તે વિસ્તારમાંથી ખુબ સરસ લોકપ્રતિસાદ સાંપાડ્યો હતો. લોકોનો ભરપૂર પ્રેમ અને આવકાર નિહાળતા ‘આપ’ ઉમેદવાર સુરજ આહીરે પોતાની જીત નિશ્ચિત હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ‘આપ’ ના ઉમેદવાર સુરજ આહીરે પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, અમે ફક્ત કામની રાજનીતી કરવા આવ્યાં છીએ. ભાજપ આ વિસ્તારમાંથી 30 વર્ષોથી ચૂંટાઈને આવે છે, છતાં પણ ફક્ત ફાંકાફોજદારી સિવાઈ કશું નથી કર્યું. વોર્ડ નં. 18માં હજુ પણ ઉભરાતી ગટરો, તૂટેલા રસ્તાઓ, રખડતા જાનવારો જેવી અનેકવિધ સમસ્યાઓ છે. પરંતુ ચૂંટાયેલા શાસકો પ્રજાની અનદેખી કરીને સમસ્યાઓનો ઉકેલ લાવતા નથી. હું ચૂંટાઈને આવીશ તો મારા વિસ્તારની પ્રાથમિક સુવિધાઓ પર વધારે ધ્યાન આપીશ. જનતાના કામો કરવા આવ્યો છું. અને તેમાં હું ખરો ઉતરીશ તેવો મને સંપૂર્ણ વિશ્વાસ છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયાએ પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી હંમેશા જનતાના હિતનું વિચારે છે. જનતાને સારામાં સારી સુવિધાઓ આપવી એ આમ આદમી પાર્ટીનું પ્રથમ કર્તવ્ય છે. ભ્રષ્ટ ભાજપ ભલે ગમે તેવી ગોબાચારી કરે પરંતુ જનતા આ વખતે જાણી ગઈ છે કે ભાજપ શાસનમાં ફક્ત ને ફક્ત પ્રજાને પીડાવવાનું જ આવ્યું છે. મને સુરજ આહીર પર પૂરો ભરોસો છે કે તે પણ આમ આદમી પાર્ટીની જનસેવાના કામની વિચારધારા આગળ ધપાવશે.
બાઈક રેલીમાં આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો, વિપક્ષ નેતા પાયલ સાકરીયા, શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ નાવડિયા, સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણી, પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી, ચૂંટણી પ્રભારી મથુરભાઈ બલદાણીયા તેમજ શહેર અને પ્રદેશના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો અને સુરજ આહીરને જંગી બહુમતીથી વિજય અપાવવા પ્રણ લીધો હતો.