Amreli, તાજેતરમાં અતિવૃષ્ટિના કારણે જશવંતગઢ ગામમાં તેમજ ગામમાં પ્રવેશતાં રસ્તાઓ પર મસમોટા ખાડાઓ પડી જતાં ગમે ત્યારે મોટો ગમખ્વાર અકસ્માત સુર્જાવાની ભીતિ ઊભી થઈ છે.

Amreli: બેઠા પૂલ ઉપર પાણીના સતત પ્રવાહના કારણે વાહનો સ્લીપ થવાનો ભય, ગાબડા પર પસાર થતાં વાહનો હાલક ડોલક

વીસ હજારની વસતિ ધરાવતાંજશવંતગઢ, ગામમા ટેન્ડર પાસ થઈ જવા છતાં રસ્તો બન્યો નથી. અને આ માટે આગેવાનો જરા પણ દિલચશ્પી ધરાવતા નથી. અમરેલી-રાજકોટ | હાઈવે પર આવેલા મહત્વના ગામના રસ્તાઓમાં વીસ-વીસ ફૂટના મોટા ગાબડાં પડી ગયા છે. તેના પર જયારે માલવાહક કે। મુસાફર વાહન પસાર થાય ત્યારે ખાડાઓના કારણે હાલક ડોલક થાય છે. અમરેલીથી આ ગામમાં પ્રવેશતો રસ્તો પણ અતિ બિસ્માર છે.

ગૌશાળા તરફથી ગામમાં પ્રવેશતા બેઠો પૂલ આવે છે તેના પર સતત પાણી વહેતું હોવાથી શેવાળ જામી ગયો છે. આ પુલ પર બે-ફુટની ઊંડાઈના ખાડા છે. અહીં વાહનો વારંવાર સ્લીપ થઈ જાય છે. આ સ્થળે પર અકસ્માત સર્જાવાનો સતત ભય રહે છે.