Gujarat: રાજ્યમાં બે દિવસથી સતત પવન ફૂંકાઈ રહ્યા છે. જેને લઈને ઠંડીનો અનુભવ થાય છે. ત્યારે આજે વહેલી સવારથી અમદાવાદના અનેક વિસ્તારમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું જોકે, હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હજુ કેટલાક દિવસ ઠંડીનો ચમકારો જોવા મળશે. ત્યારે આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં પવન ફૂંકાઈ શકે છે. જો કે

મળતી માહિતી અનુસાર ઠંડીમાં ફરી એકવાર વધારો નોંધાયો છે. ત્યારે આજે વહેલી સવારથી ધુમ્મસની ચાદર છવાઈ છે. આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. તેમજ ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવન રહેતા ઠંડીમાં ઘટાડો થઈ શકે છે.

નોંધનીય છે કે, હવામાનની આગાહી મુજબ અમદાવાદ, ભરૂચ, બોટાદ, જામનગર, નર્મદા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. જ્યારે મહેસાણા, મહીસાગર, સાબરકાંઠા, પાટણ સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.