આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ Ishudan Gadhaviએ એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર વાત કરતા જણાવ્યું હતું કે, નકલી EDના કેસ મુદ્દે હર્ષ સંઘવીના ટ્વિટ પછી કચ્છના એસપીનું નિવેદન બદલાઈ જાય છે, જેના કારણે આઇપીએસ અધિકારીઓ ગૃહમંત્રી Harsh Sanghviના ફોન પરથી કાયદો ઘડતા હોય તેવું લાગી રહ્યું છે. કચ્છમાં નકલી ED મુદ્દે એસપીએ શરૂઆતમાં સમગ્ર મામલામાં મુખ્ય આરોપી તરીકે કોઈ બીજાનું નામ લીધું હતું અને હવે આમ આદમી પાર્ટીને બદનામ કરવા બીજાનું નામ લઇ રહ્યા છે. નકલી ED તરીકે પકડાનાર વ્યક્તિના ભાજપના સંસદ અને કચ્છના એસપી સહિત બીજા અનેક ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ સાથે ફોટા છે, પરંતુ તેમની કેમ પૂછપરછ થઈ રહી નથી? કેટલાક સૂત્રોએ જણાવ્યું કે કલેક્ટર કચેરીમાં સાંસદની કેબિનમાં છેલ્લા ત્રણ મહિનાથી નકલી EDનો આરોપી બેસતો હતો. તો અમારો સવાલ છે કે શું સાંસદની કેબિનમાં બેસીને નકલી EDનો પ્લાન ઘડાયો?
પહેલા કચ્છ એસપીએ નકલી ED મુદ્દે નિવેદન આપ્યું હતું અને હર્ષ સંઘવીના નિવેદન પછી બીજા એસપીનું અલગ નિવેદન આવે છે. અમારું માનવું છે કે હર્ષ સંઘવીના ટ્વીટ પછી બીજા એસપીનું નિવેદન આવ્યું છે. બીજા એસપીના નિવેદનમાં તે જણાવે છે કે આરોપી આમ આદમી પાર્ટીને ફંડ આપતો હતો અને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયા અને મનોજ સોરઠીયા સાથે મીટીંગ કરી હતી. તો મારો સવાલ છે કે હર્ષ સંઘવીના ટ્વીટ પછી રાતોરાત આમ આદમી પાર્ટી વિરુદ્ધ કઈ રીતે પુરાવા આવી ગયા? જ્યારે ગોપાલભાઈ ઇટાલીયાએ હર્ષ સંઘવીને ચેલેન્જ ફેંકી, ત્યારબાદ કચ્છના એસપીને ફોન કરીને ગોપાલભાઈને આ મુદ્દે ડરાવવાની કોશિશ શરૂ થઈ છે.
ઉત્તર ગુજરાતમાં 6,000 કરોડનું કૌભાંડ કરનાર ભુપેન્દ્રસિંહ ઝાલાએ 2,50,000 રૂપિયા ભાજપને ફંડ આપ્યું હતું. તેનો મતલબ એવો જ થાય કે 6000 કરોડનું કૌભાંડ ભાજપની દેખરેખ હેઠળ થયું છે. સી આર પાટીલ અને હર્ષ સંઘવી આ કૌભાંડ કરનાર વ્યક્તિને એવોર્ડ આપી રહ્યા છે. ગુજરાત રાજ્યના મંત્રી ભીખુસિંહ દીકરા આ 6000 કરોડનો કૌભાંડ કરનાર વ્યક્તિની ઓફિસોના ઉદ્ઘાટન કરે છે અને ટ્રસ્ટીમાં પણ છે. તો આ તમામ લોકોના નામ 6,000 કરોડના FIRમાં કેમ નથી. અમારું માનવું છે કે આ કૌભાંડમાં હર્ષ સંઘવી અને સી આર પટેલની પણ પુછપરછ થવી જોઈએ.
હમણાં મોરબીમાં નકલી સીબીઆઈ અધિકારી પકડાયો તે ભાજપનો માણસ છે તો પછી હવે સમગ્ર ભાજપ જેલમાં હોવી જોઈએ. 6000 કરોડના કૌભાંડ મુદ્દે હર્ષ સંઘવી પોતે જવાબ આપે કે 6000 કરોડનું કૌભાંડ કરનાર વ્યક્તિએ 2,50,000 રૂપિયા ભાજપને ફંડ આપવામાં આવ્યું છે એ મુદ્દા પર ખુલાસો થવું જોઈએ. શું આ કૌભાંડમાં પોલીસ હર્ષ સંઘવી અને સી આર પાટીલની પૂછપરછ કરશે? આ તમામ મુદ્દાઓ પર આમ આદમી પાર્ટી આવનારા સમયમાં પુરી રણનીતિ સાથે ગ્રાઉન્ડ પર ઊતરશે. આમ આદમી પાર્ટીને છંછેડનાર ભાજપની તમામ પોલો પુરાવા સાથે ખુલ્લી પાડવામાં આવશે.