દેવભૂમિ દ્વારકા જિલ્લો અવનવા વૈવિધ્ય માટે જાણીતો છે. આ જિલ્લામાં મલ્લકુસ્તી પણ યોજાય છે. આવી જ રીતે જુદા જુદા મેળાઓ પણ યોજાય છે. અહીં કેશોદ ગામે Jatarની ઉજવણી કરાઈ હતી. જેમાં ૨૦ હજાર માઈભક્તો ઉમટી પડયા હતાં. મેળામાં ચારણી રાસની રમઝટ બોલી હતી. અશ્વ સ્પર્ધામાં ૨૫ અસવારો જોડાયા હતાં. જેમાં રેવાલ ચાલ, સ્પીડદોડ યોજાઈ હતી. આ સ્પર્ધામાં બારાડીની બંદૂક ઘોડી પ્રથમ ક્રમાંકે આવી હતી.
ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે દર વર્ષની જેમાં આ વર્ષે પણ Jatarની ઉજવણી કરાઈ હતી. જેમાં આશરે વીસ હજાર જેટલા માઈ ભક્તો જોડાયા હતા. એનાયત જાતરમાં ભાઈઓ તથા બહેનો દ્વારા આવ્યા પરંપરાગત ચારણી રાસની જમાવટ કરાઈ | માટે હતી. આ પ્રસંગે છ થી સાત હજાર જેટલા ભક્તોએ પ્રભુ પ્રસાદીનો લાભ લઈ અને ધન્યતા અનુભવી હતી.
અહીંના સુવિખ્યાત શ્રી આવળ માતાજીના મંદિરે નવરાત્રીના પરંપરાગત મહોત્સવમાં સાથે અશ્વદોડનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ અશ્વદોડ સ્પર્ધામાં આ વિસ્તારના ૩૫ જેટલા ઘોડેસવારોએ ભાગ લીધો હતો. અશ્વની આ રેવાલ દોડ અને સ્પીડ દોડને નિહાળવા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં બારાડીની બંદૂક નામની ઘોડી વિજેતા બની હતી. આ આયોજનમાં કેશોદ ગ્રામ પંચાયત દ્વારા બંને સ્પર્ધામાં પ્રથમ ત્રણ વિજેતાઓને શીલ્ડ અને પ્રમાણપત્ર કરીને પ્રોત્સાહિત કરવામાં હતા. આ તમામ ધા મક આયોજનો કેશોદ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ ટીમે નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.