Isudan Gadhvi News: ગુજરાતમાં દિવસેને દિવસે આમ આદમી પાર્ટીનું કદ વધી રહ્યું છે. આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ Isudan Gadhviની હાજરીમાં દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ભાજપના યુવા મોરચા મંત્રી તેમજ દાહોદ જિલ્લા ગૌરક્ષક સેના પ્રમુખ રાકેશ ભરવાડ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ઈસુદાન ગઢવીએ રાકેશ ભરવાડને ખેસ પહેરાવી વિધિવત રીતે તેમનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું. આ તકે આમ આદમી પાર્ટીના દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશ બારીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

આમ આદમી પાર્ટીએ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને 2027ની વિધાનસભાની ચૂંટણી માટે ગુજરાતની જનતાને જાગૃત કરવાના પ્રયાસ કરી રહી છે. એના પરિણામ સ્વરૂપે રોજે રોજ ખૂબ જ મોટી સંખ્યામાં ભાજપ અને કોંગ્રેસના ઈમાનદાર નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. સાથે સાથે સામાજિક કાર્યકર્તાઓ, ખેડૂત આગેવાનો પણ ખૂબ જ મોટી સંખ્યામાં દિવસેને દિવસે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. વિસાવદરની જીત બાદ શહેરીજનો અને ગ્રામજનોએ સમગ્ર ગુજરાતમાં વિસાવદર વાળી કરવાનું જાણે કે મન બનાવી લીધું હોય તેમ આમ આદમી પાર્ટીમાં જોડાઈને લોકો આમ આદમી પાર્ટીના વ્યાપને વિશાળ બનાવી રહ્યા છે.