Gauri Desai AAP: બળાત્કારની વધતી ઘટનાઓ મુદ્દે આમ આદમી પાર્ટી(AAP)ના પ્રદેશ ઉપાધ્યક્ષ Gauri Desaiએ વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે આજે ખુબ દુ:ખ સાથે કહેવું પડે છે કે Gujaratમાં ફરી એક વખત 5 વર્ષની માસુમ બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કઈ દિશામાં જઈ રહ્યો છે ? દુષ્કર્મીઓને કાયદાનો કોઈ ડર જ રહ્યો નથી. કારણ કે આપણા ગુજરાતનાં ગૃહમંત્રી સોશિયલ મિડીયા પર માત્ર મોટી મોટી વાતો કરવામાં માસ્ટર છે. ગુજરાતમાં રાજકોટ અને ગાંધીનગરમાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. પાંચ વર્ષની બાળાને આપણે દેવીનું સ્વરૂપ સમજીએ છીએ. રાજ્યમાં દુષ્કર્મની ઘટના એટલી બની રહી છે, કારણ કે ગુજરાતમાં કોઈને કાયદાનો ડર જ રહ્યો નથી. બેફામ દારૂ અને બેફામ ડ્રગ્સ વેચાય રહ્યું છે. ત્યારે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા માત્ર કાગળ પર જ રહી ગયા છે.
ગુજરાતનાં ગૃહમંત્રી હર્ષ સંઘવીને હું કહેવા માંગુ છું કે ગુજરાતમાં મહિલાઓ અને બાળકીઓને સુરક્ષા આપવામાં તમે અસક્ષમ રહ્યાં છો. ત્યારે રાજીનામું આપો અને ખુરશી ખાલી કરો. નાની બાળાઓ પર દુષ્કર્મની ઘટનાઓ થઈ રહી છે અને ગૃહમંત્રી હજુ પણ ઉંઘી રહ્યા છે? ગૃહમંત્રી દ્વારા માત્ર બોલવામાં આવે છે કે કોઈને છોડવામાં નહીં આવે. ગુજરાતમાં નથી જોઇતી આવી સરકાર, નથી જોઇતા આવા ગૃહમંત્રી કે જે મહિલાઓને સુરક્ષા ન આપી શકે. તમે ખુરશી ખાલી કરો અને એવા વ્યક્તિને બેસાડો જે ખરા અર્થમાં કાયદાનું પાલન કરાવી શકે. દુષ્કર્મીઓને ઉંઘમાં પણ ડર લાગે તેવો કાયદો બનાવો. કાયદો અને વ્યવસ્થા ન જાળવી શકે તેવા ગૃહમંત્રીની અમારે કોઇ જરૂર નથી. મુખ્યમંત્રીને પણ અપીલ છે કે કાયદોને વ્યવસ્થા માત્ર કાગળ પર ન હોવી જોઇએ. કોઈ પણ દુષ્કર્મી આ પ્રકારનું કૃત્ય કરતા પહેલા સો વાર વિચારવો જોઈએ. આ ઘટના પરથી સાબિત થાય છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કેવી છે? એક જ અઠવાડિયામાં બે બાળાઓ પર દુષ્કર્મ થાય છે. ગુજરાતનાં ગૃહમંત્રી અને મુખ્યમંત્રી તમે શું કરો છો? મહિલા તરીકે એક જ અપીલ છે કે ગુજરાતમાં મહિલાઓને સુરક્ષા મળે.





