HMPV: ભારતમાં મૂળ ચીનના HMPV વાયરસના કેસ વધવાના શરુ થઇ ગયા છે. ગુજરાતમાં પણ હવે ત્રીજો HMPVનો કેસ નોંધાયો છે. વાઇરસને લઈને તંત્ર દ્વારા એડવાઇઝરી જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા એક વૃદ્ધને વાઇરસનો ચેપ લાગતા સારવાર હેઠળ છે.
આ પહેલાના બે કેસ બાળકોને થયા હોવાનું સામે આવ્યુ હતુ. જો કે પહેલી વાર કોઇ વૃદ્ધને HMPV વાયરસ થયાનું હોવાનું સામે આવ્યુ છે. અમદાવાદમાં 80 વર્ષીય વૃદ્ધનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.