આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ Ishudan Gadhaviએ એક ગંભીર મુદ્દા પર વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે Bangladeshમાં હિન્દુઓ પર ખૂબ જ અત્યાચાર થઈ રહ્યા છે. ઇસ્કોન મંદિરના સંતોની પણ ધરપકડ કરવામાં આવી રહી છે. બાંગ્લાદેશમાં ઘણા સમયથી હિન્દુઓ ખૂબ જ કષ્ટ ભોગવી રહ્યા છે. અમે ભારતની કેન્દ્ર સરકારને અપીલ કરીએ છીએ કે ભારત સરકાર બાંગ્લાદેશ મામલે હસ્તક્ષેપ કરે. Bangladeshમાં વસતા આપણા હિન્દુઓને સુરક્ષા મળે અને તેમના પર અત્યાચાર કરનાર લોકો વિરૂદ્ધ કડક કાર્યવાહી થાય તેવી અમારી કેન્દ્ર સરકાર સમક્ષ માંગ છે.

આમ આદમી પાર્ટી તમામ જિલ્લાઓમાં આવેદનપત્ર આપીને માંગણી કરશે કે કેન્દ્રની ભાજપ સરકાર બાંગ્લાદેશ મામલે હસ્તક્ષેપ કરી અને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાઓ અને મંદિરો પર હુમલાઓ રોકાવે અને આ મુશ્કિલ સમયમાં તમામ લોકોને મદદ પહોંચાડવામાં આવે. અમે તમામ હિન્દુ સંગઠનોને, નાગરિકોને અને તમામ ધર્મના આગેવાનોને અપીલ કરીએ છીએ કે આમ આદમી પાર્ટી તમામ જિલ્લાઓમાં આવેદનપત્ર આપવા જઈ રહી છે તેમાં આપ સૌ પણ મોટી સંખ્યામાં જોડાઓ.