Morbi શહેરના શનાળા રોડ પર આવેલ એપાર્ટમેન્ટના ફ્લેટમાં ચલાવાતા જુગારધામ પર દરોડો પાડી પોલીસે નવ જુગારીને ઝડપી લઈને રોકડ રૂ ૩૨.૫૦ લાખ જપ્ત કરી છે. ૩૨.૫૦ લાખની રોકડ સાથે ૯ ખેલીઓ ઝડપાયા

Morbi સીટી એ ડીવીઝન પોલીસ ટીમને | શનાળા રોડ પર મોમ્સ હોટેલ પાછળ | શ્રીજી હાઈટ્સમાં રહેતા ગીરીશભાઈ | ઉઘરેજા પોતાના ફ્લેટમાં બહારથી માણસો બોલાવી જુગાર અખાડો ચલાવતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી. જ્યાં।। ફ્લેટમાં જુગાર રમતા ગીરીશભાઈ દુર્લભજીભાઈ ઉધરેજા, મયુરભાઈ વિઠ્ઠલભાઈ મુઠ્ઠીયા, મનીષભાઈ

લાલજીભાઈ વડસોલા, તરુણભાઈ વલ્લભભાઈ કાવર, સંજયભાઈ પ્રભુભાઈ સનારીયા, કુલદીપભાઈ ઈશ્વરભાઈ કાસુન્દ્રા, ધર્મેન્દ્રભાઈ નાથાભાઈ રૈયાણી, ધર્મેન્દ્રભાઈ ચતુરભાઈ ઉધરેજા અને ભાવેશભાઈ કેશવજીભાઈ ભીમાણી એમ નવ જુગારીને ઝડપી લઈને રોકડ રૂ ૩૨,૫૦,૦૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.