ગુજરાત રાજયમાં વિવિધ જિલ્લાઓમાં ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ખાલી પડેલી જગ્યાઓ તેમ જ ગુજરાત રાજય ગ્રાહક તકરાર નિવારણ પંચમાં ખાલી પડેલી પ્રમુખ અને મેમ્બર્સની જગ્યાઓ મામલે થયેલી રિટ ? અરજીમાં આજે ગુજરાત High Court સરકારને માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે, ખાલી જગ્યાઓના કારણે જિલ્લા ફોરમ કામ જ ના કરતુ હોય તો તેની રચનાનો શું મતલબ..? એકબાજુ રાજયમાં બેરોજગાર લોકો છે ને બીજીબાજુ, સરકાર ખાલી જગ્યાઓ ભરતી નથી.
ખાલી જગ્યાઓના કારણે જો જિલ્લા ફોરમ કામ જ ના કરી શકતુ હોય તેની રચનાનો શું મતલબ..?: High Court અગાઉ કોર્ટને જણાવાયું હતું કે, રાજ્યના | કેલેડન્ડર બનાવવું જોઇએ. અધિકારીઓ આ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ૩૮ માંથી પ્રેસિડેન્ટની ૨૦ જગ્યાઓ અને ૭૬ માંથી ૪૭ જ્યુડીશિયલ મેમ્બરની જગ્યાઓ ખાલી છે. દરમ્યાન ગ્રાહક બાબતોના વિભાગના સોગંદનામા મારફતે આજે અદાલતને જણાવાયું કે, આસીસ્ટન્ટ ડિરેક્ટરની જગ્યાઓ પૈકી ૧૪ જગ્યાઓ પ્રમોશનથી ભરવાની થાય છે. જયારે : જયારે એક જગ્યા સીધી ભરતીથી ભરવાની છે. જો કે, છેલ્લા બે વર્ષમાં પ્રમોશન કે સીધી ભરતીથી જગ્યાઓ નહી ભરાતાં હાઈકોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. સીધી ભરતી જીપીએસસી કરતુ હોઈ હાઇકોર્ટે તેને પણ પક્ષકાર બનાવી હતી.
હાઇકોર્ટે રાજય સરકારને ગંભીર ટકોર । કરી હતી કે, સરકારે વાસ્તવમાં ભરતી માટે મામલે આળસ કરી શકે નહી. જો જિલ્લા ફોરમોમાં સ્ટેનોગ્રાફર, કલાર્ક કે આસીસ્ટન્ટ ડિરેકટર જ ના હોય તો જિલ્લા ફોરમ કામ કેવી રીતે કરશે..? જો જિલ્લા ફોરમ કામ જ ના કરી શતુ હોય તો પછી તેની રચના કરવો શું મતલબ? દર વખતે હાઈકોર્ટ ટકોર કરે પછી જ સત્તાવાળાઓ બધી કામગીરી કરતા હોય છે. ભરતી માટે સરકારના પ્રયત્ન નહી, વચન જોઈએ. પ્રમોશન નહી થાય તો સીધી ભરતી કેવી રીતે થશે..? એવો પણ હાઇકોર્ટે સવાલ ઉઠાવી ઓછા મહેકમ અને ભરતીમાં વિલંબિતતા મામલે ગ્રાહક બાબતોના વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરી પાસેથી જવાબ માંગ્યો હતો અને કેસની વધુ સુનાવણી દિવાળી બાદ રાખી હતી.