ગુજરાતમાં છેલ્લાં 24 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના બે જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદને પગલે સ્થિતિ વધુને વધુ વિકટ બની રહી છે. પૂરના પ્રકોપની રાહ જોઈ રહેલાં વલસાડ અને નવસારીની આ નદીઓ ગાંડીતૂર બની છે. એક તરફ આકાશી આફત બીજી તરફ પુરનો પ્રકોપ. આ બનન્ને જિલ્લાઓમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. CM ભૂપેન્દ્ર પટેલે બન્ને જિલ્લાઓના કલેક્ટર સાથે વાતચીત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો.1

મુખ્યમંત્રીએ આ જિલ્લાના ગામોમાં નીચાણ વાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવા તેમજ વરસાદને કારણે ઉભી થયેલી પુરની સ્થિતીમાં જાનમાલનું નુક્શાન ન થાય તેવી સતર્ક્તા અને તકેદારી સાથે યોગ્ય પ્રબંધન માટે પણ વલસાડ અને નવસારીના કલેક્ટરને સૂચનાઓ આપી હતી.

આ બે જિલ્લાઓમાં શાળા-કોલેજો બંધઃ
વલસાડમાં ભારે વરસાદના કારણે શાળા-કોલેજમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. વલસાડ અને ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓના જળસ્તર વધ્યા છે. કાવેરી અને ઔરંગા નદીનું જળસ્તર વધતા વિસ્તારોને અલર્ટ કરી દેવામાં આવ્યાં છે. વલસાડમાંથી 500થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. બીજી તરફ નવસારીના કેટલાક તાલુકામાં શાળા-કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે. ચીખલી, ગણદેવી, ખેરગામની શૈક્ષણિક સંસ્થા બંધ રાખવાનો નિર્ણય કરાયો. છે.

મહત્વનું છે કે, વલસાડ અને નવસારીની સાથે ઉપરવાસમાં પણ સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અંબિકા, કાવેરી, ઔરંગા સહિતની નદીના જળસ્તરમાં સતત વધારો થયો હતો. નદીના જળસ્તર વધતા કાંઠાના વિસ્તારો અને આસપાસના ગામમાં પણ પાણી ઘુસ્યા હતા. જેના કારણે અનેક લોકોનું સ્થળાંતર કરવું પડ્યું હતું. હાલ ઔરંગાનું જળસ્તર ઘટતા સ્થિતિ ધીમે ધીમે થાળે પડે તેવી શક્યતા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 67 ટકાથી વધુ વરસાદ
બીજી તરફ ગુજરાતના કૃષિમંત્રી રાઘવજી પટેલે લીધી ગુજરાતના વરસાદથી અસરગ્રસ્ત અન્ય વિસ્તારની મુલાકાત. ભારે વરસાદથી અસરગ્રસ્ત બરડિયા, ભાટિયા, રાવલ, ગોરાણા ગામે પહોંચ્યા કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને તેમણે ત્યાં કંઈક બંધાવ્યું. સાથે જ તેમણે ગ્રામજનો સાથે બેઠક કરી ખેતીમાં થયેલા નુકસાનની મેળવી માહિતી. રાઘવજીએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદથી થયેલા નુકસાનની વિગતો મેળવી.

દ્વારકામાં અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠકઃ
કૃષિ મંત્રી રાઘવજી પટેલે પાણી નિકાલ બાદ સાફ સફાઈ અને દવા છાંટકાવ, ચાંદીપુરા વાઈરસ અંગેની પરિસ્થિતિની વિગતો મેળવી જરૂરી સૂચનાઓ આપી. ભારે વરસાદના કારણે પાક નુકસાન અંગે સર્વેની ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી…સત્વરે સર્વે પૂર્ણ કરવામાં આવશે તેવી કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખાતરી આપી.