Gujarat: રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી વરસાદી માહોલ છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. આગામી 28 જૂન સુધી ગાજવીજ સાથે વરસાદ આવે તેવી આગાહી કરવામાં આવી છે.
માછીમારોને આગામી 4 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આજે સાબરકાંઠા, અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મહીસાગર, પંચમહાલ, દાહોદમાં પણ ધોધમાર વરસાદની શક્યતા છે. તો દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પણ અતિભારે વરસાદની શક્યતા છે. ભરૂચ, સુરત, નવસારી, વલસાડ સહિત દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ધોધમાર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.