આરોગ્ય મંત્રી Rushikesh Patelએ પોરબંદર ખાતે ભાવસિંહજી સિવિલ હોસ્પિટલ અને 550 કરોડના ખર્ચે નિર્માણાધિન GMERS મેડિકલ કોલેજની મુલાકાત લીધી હતી.જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે આરોગ્ય વિભાગના અધિકારીઓ અને સ્થાનિક પ્રસાશન સાથે રીવ્યુ મિટિંગ કરી હતી.
આરોગ્ય મંત્રીએ ભાવસિંહજી હોસ્પિટલ ખાતે
જનરલ મેડિસિન વિભાગ, ઓપીડી, ઈમરજન્સી વિભાગ ,ડિસ્પેન્સરી રૂમ, બાળકોના વોર્ડ, પીએમજેએવાય ઓફિસ સહિતના વોર્ડની મુલાકાત લીધી હતી. દર્દીઓ સાથે તેમણે સંવાદ કરીને મળતી સારવારને લગતી જાણકારી મેળવી હતી.

મંત્રીએ GMERS મેડિકલ કોલેજ ખાતે મેડિકલ હોસ્ટેલની મુલાકાત લીધી હતી બાંધકામનું નિરીક્ષણ કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમજમેડિકલ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ કર્યો હતો અને તેમના પ્રતિભાવો મેળવ્યા હતા.
ત્યારબાદ આરોગ્ય મંત્રીએ જીએમઈઆરએસ

મેડિકલ કોલેજ ખાતે આરોગ્ય વિભાગના અધિકારી સાથે રીવ્યુ મિટિંગ કરી હતી. જિલ્લામાં આરોગ્યની સવલતો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર,આરોગ્ય સ્ટાફ, સારવાર અને આરોગ્ય કામગિરીની સહિતની બાબતે ઝીણવટભરી માહિતી મેળવીને સમીક્ષા કરી હતી. અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આરોગ્ય મંત્રી Rushikesh Patel જણાવ્યું હતું. કે પોરબંદરમાં હૃદય રોગ અને કેન્સરની શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં સુવિધા મંજુર કરવામાં આવી છે અને પોરબંદર સહિત સૌરાષ્ટ્રના લોકોને સારવાર માટે અમદાવાદ સુધી આવવું ન પડે તે પ્રકારની વ્યવસ્થાઓ સૌરાષ્ટ્રમાં ઊભી કરવામાં આવી રહી છે.

વધુમાં તેઓએ કહ્યું કે ધારાસભ્ય અર્જુનભાઈ, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરીયા પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે મીટીંગ કરી પોરબંદરમાં મંજુર થયેલા પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું. મેડિકલ કોલેજ ખાતે મેડિકલ કોલેજ ની વ્યવસ્થાઓ અંગે ડીન સુશીલ કુમારે, સિવિલ હોસ્પિટલ અંગે સુપ્રિટેન્ડન્ટ ડો.ગૌરવ ભંભાણી, જિલ્લા પંચાયત આરોગ્ય વ્યવસ્થાની માહિતી સી ડી એચ ઓ શ્રી ડી.બી. મહેતાએ આપી હતી.
આ તકે પોરબંદર ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા,પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરીયા,કમિશ્નર ઓફ હેલ્થ (શહેરી) હર્ષદ પટેલ,કમિશ્નર ઓફ હેલ્થ રૂરલ અને MD(NHM) ડો.રતન કુવર એચ.ગઢવી ચારણ,જીએમઈઆરએસના સીઈઓ મનીષ રામાવત, જિલ્લા કલેકટર એસ. ડી. ધાનાણી, પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર હસમુખ પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.બી. ચૌધરી, પરિવાર કલ્યાણ આરોગ્ય વિભાગના અધિક નિયામક ડો.નયન જાની,શ્રી દિક્ષિત,પીઆઈયુના ચીફ એન્જિનિયર પી એમ ચૌધરી, અગ્રણી સર્વ રામદેવભાઈ મોઢવાડિયા, સાગર મોદી, અશોકભાઈ મોઢા , સરજુભાઈ કારીયા સહિતનાં આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા