Gujratના કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં શનિવારે બપોરે એક કરૂણાંતિકા સર્જાઈ છે. ગામના તળાવમાં નહાવા ગયેલા પાંચ બાળકોમાંથી ચારના ડૂબી જવાથી મોત થયા, જ્યારે એક બાળક હજુ પણ ગુમ છે. ગુમ થયેલા બાળકની શોધ ચાલુ છે. દરમિયાન, પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર આ અકસ્માતની તપાસમાં વ્યસ્ત છે.
Gujratના કચ્છમાં આવેલા દુધઈ પોલીસ સ્ટેશનના અધિકારીએ આ અંગે જણાવ્યુ કે, ઘટના બની ત્યારે બાળકો તેમના ઢોર ચરાવવા ગયા હતા અને ગરમીથી રાહત મેળવવા માટે ભવાનીપુર નજીકના તળાવમાં નહાવાનું શરૂ કર્યું. પરંતુ અચાનક પાણીના પ્રવાહ અને ઊંડાઈને કારણે બાળકો ડૂબવા લાગ્યા.
મોડી સાંજ સુધી બાળકો ઘરે પાછા ન ફરતાં તેમના પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. ઘણા પ્રયાસો પછી પણ બાળકો ન મળ્યા ત્યારે સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસને જાણ કરવામાં આવી. આ પછી બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને શોધખોળ શરૂ કરી.
બચાવ કામગીરી દરમિયાન, તળાવમાંથી ચાર બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. મૃતકોની ઓળખ ઇસ્માઇલ (8), ઉમર (11), મુસ્તાક (14) અને અસ્ફાક (9) તરીકે થઈ છે. દરમિયાન, ૧૧ વર્ષનો ઝાહિદ હજુ પણ ગુમ છે અને તેને શોધવા માટે બચાવ કામગીરી ચાલુ છે.
પોલીસે જણાવ્યું કે મળી આવેલા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે અંજારની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આ દુ:ખદ ઘટનાથી સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે, અને સ્થાનિક લોકો વહીવટીતંત્ર પાસે સુરક્ષા પગલાં વધારવાની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો..
- Padma Awards 2026 માટે નામાંકન શરૂ, છેલ્લી તારીખથી નોમિનેશનની સમગ્ર પ્રક્રિયા જાણો
- Prime Minister Narendra Modi નો અત્યાર સુધીનો સૌથી લાંબો ઇન્ટરવ્યુ
- ‘શી જિનપિંગ સાથેની મુલાકાત બાદ પરિસ્થિતિમાં ઘણો સુધારો થયો’ PM Modi
- Amitabh Bachchan ના મનપસંદ ચાટ સ્ટોલ પર પહોંચી અર્ચના પુરણ
- ભૂતપૂર્વ ખેલાડીએ Mumbai Indians ની સંભવિત પ્લેઇંગ ઇલેવન કરી પસંદ