Gujrat: નેશનલ હોમિયોપેથી કમિશન દ્વારા હોમિયોપેથી માટે અને આયુર્વેદ આયોગ દ્વારા આયુર્વેદ કોલેજ માટેના રેન્કિંગ એન્ડ રેટિંગ રિપોર્ટ જાહેર કરવામા આવ્યા છે. જેમાં ગુજરાતની પાંચ આયુર્વેદ કોલેજને એ ગ્રેડ અને ૧૦ હોમિયોપેથી કોલેજને એ પ્લસ ગ્રેડ મળ્યો છે.
Gujrat સહિતની દેશભરની આયુર્વેદની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી કોલેજોનું એસેસમેન્ટ કરીને ગ્રેડિંગ-સ્કોર| આપવામા આવ્યા છે.જેમાં કુલ ૫૫ આયુર્વેદ કોલેજનું રેટિંગ જાહેર કરાયુ છે. જેમાં ગુજરાતની પાંચ આયુર્વેદ કોલેજને એ ગ્રેડ મળ્યો છે. આ કોલેજમાં પારૂલ આયુર્વેદ યુજી-પીજી કોલેજને ૫૯૩.૯૭ સ્કોર, પારૂલ યુનિ.ની જબીજી કોલેજને ૫૯૨.૨૫ સ્કોર, નડીયાદની જે.એસ આયુર્વેદ કોલેજને ૫૫૫.૫૪ સ્કોર, ગોવિંદભાઈ પટેલ-આણંદ કોલેજને ૫૧૩.૭૯ સ્કોર અને બચુભાઈ ગોરૈયા કોલેજ-રાજકટોને ૪૬૫.૮૩ સ્કોર સાથે એ ગ્રેડ મળ્યો છે.
આયુર્વેદમાં એક પણ સરકારી કોલેજને એ ગ્રેડ નહીંઃઆયુર્વેદમાં એક સરકારી કોલેજને એ ગ્રેડ
ગ્રાન્ટેડ કોલેજ એ ગ્રેડમાં નથી. જ્યારે હોમિયોપેથીમાં કુલ ૨૧૬ કોલેજના રેટિંગ-રેટિંગ જાહેર કરવામા આવ્યા છે. જેમાં ગુજરાતની છ કોલેજને એ ગ્રેડ અને ૧૦ કોલેજને એ પ્લસ ગ્રેડ મળ્યો છે. હોમિયોપેથીમાં પારૂલ કોલેજ, અમદાવાદ હોમિયોપેથી કોલેજ, રાજકોટ હોમિયપોથી કોલેજ માલીની કિશોર કોલેજ, ટી.વી મહેતા કોલેજ અને વિવેકાનંદ કોલેજ સહિતની કોલેજોને એ પ્લસ ગ્રેડ મળ્યો છે. પારૂલ યુનિ.ની ચાર કોલેજોને એ પ્લસ ગ્રેડ મળ્યો છે. જ્યારે સરકારી કોલેજમાં આયુર્વેદમાં એક પણ સરકારી-માત્ર એક જ કોલેજને એ ગ્રેડ મળ્યો છે. પરંતુ એ ગ્રેડ અને એ પ્લસ ગ્રેડમાં સૌથી વધુ ખાનગી કોલેજો છે.